Site icon Gujarat Mirror

નીતા અંબાણી હોય તો શું થયું? સુરક્ષા ગાર્ડ સાથે ઝઘડવા લાગી મહીલા

સોશિયલ મીડિયામાં છવાયેલાં રહેતાં નીતા અંબાણીને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર તે એવી બાબતને કારણે ચર્ચામાં આવી છે કે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દો તેમની સુરક્ષાને લઈને છે.

તાજેતરમાં જ નીતા અંબાણી બેંગલુરુના એક સ્ટોરમાં પહોંચી હતી. નીતા અંબાણી જ્યાં શોપિંગ કરવા પહોંચી હતી ત્યાં તે Mercedes-Benz S600માં ગઈ હતી.

10 કરોડ રૂૂપિયાની કિંમતની આ કારમાં બુલેટપ્રૂફ ફીચર્સ પણ જોવા મળે છે. એટલું જ નહીં નીતા અંબાણીની સાથે સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. નીતા અંબાણીને જેડ+ સુરક્ષા મળી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. હવે થાય છે એવું કે આવા વ્યક્તિઓ જ્યારે જાહેર સ્થળોએ જાય છે ત્યારે ત્યાં ટ્રાફિક જેમ થઈ જતો હોય છે. આ કારણે એક મહીલા સુરક્ષા ગર્લ સાથે ઝઘડવા લાગી અને કહ્યું કે અંબાણી હોય તો શું થઇ ગયું?

Exit mobile version