’NO UPI’નો કાર્યક્રમ રદ, નાણામંત્રી સાથે બેઠક બાદ નિર્ણય

  CAIT (કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ) ના નેતૃત્વમાં વરિષ્ઠ વેપારી નેતાઓના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. ₹2,000થી વધુના UPI વ્યવહારો…

 

CAIT (કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ) ના નેતૃત્વમાં વરિષ્ઠ વેપારી નેતાઓના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. ₹2,000થી વધુના UPI વ્યવહારો પર સૂચિત 0.40% MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જ અંગે સકારાત્મક આશ્વાસન મળ્યા બાદ, વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનાર “નો UPI ડે” કાર્યક્રમનું આહ્વાન પાછું ખેંચી લીધું છે.

દેશભરના વિવિધ રાજ્યોના લગભગ 20 વરિષ્ઠ વેપારી નેતાઓનો સમાવેશ કરતા એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળે દિલ્હીમાં કર્તવ્ય ભવન ખાતે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. આ બેઠકનું નેતૃત્વ ચાંદની ચોકના સાંસદ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કર્યું હતું. બેઠક દરમિયાન, સરકારને ₹2,000થી વધુના UPI વ્યવહારો પર સૂચિત 0.40% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અંગે વેપારી સમુદાયની ગંભીર ચિંતાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.

નાણામંત્રી તરફથી મળેલા આશ્વાસન બાદ, ઓલ ઈન્ડિયા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ ફેડરેશન (AICPDF) અને ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) એ 2 ઓક્ટોબર, 2026 માટે પ્રસ્તાવિત “નો UPI ડે” ના દેશવ્યાપી આહ્વાનને સંપૂર્ણપણે પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. આનાથી સુનિશ્ચિત થાય છે કે સામાન્ય ગ્રાહકો અને છૂટક વેપારીઓને આગામી તહેવારોની સિઝન દરમિયાન ડિજિટલ ચૂકવણીમાં કોઈ અવરોધનો સામનો કરવો પડશે નહીં. હવે સરકાર અને વેપારી સંગઠનો વચ્ચે સતત સંવાદ દ્વારા એક ટકાઉ ઉકેલ તૈયાર કરવામાં આવશે.

કર્તવ્ય ભવન ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશભરના મુખ્ય વ્યાપારી ક્ષેત્રોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પ્રતિનિધિ મંડળમાં CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા, ઓલ ઈન્ડિયા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ ફેડરેશનના અધ્યક્ષ ધૈર્યશીલ પાટીલ, ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશનના ચેરમેન કૈલાશ લખ્યાણી અને ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ્સ ફેડરેશનના અધ્યક્ષ પંકજ અરોરા જેવા અગ્રણી નેતાઓનો સમાવેશ થતો હતો.

બેઠક દરમિયાન, વેપારી અગ્રણીઓએ નાણામંત્રીને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત 0.40% MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ)ની સૌથી વધુ અસર નાના અને મધ્યમ કદના વેપારીઓ પર પડશે. કરિયાણું, મોબાઈલ ફોન અને રોજિંદા વપરાશની વસ્તુઓનો વેપાર કરતા દુકાનદારો પહેલેથી જ ખૂબ જ ઓછા નફાના માર્જિન પર કામ કરે છે. પરિણામે, જો ₹2,000થી વધુના દરેક ડિજિટલ વ્યવહાર પર ફી કાપવામાં આવે, તો વ્યવસાય ચલાવવો આર્થિક રીતે અશક્ય બની જશે. વેપારી સંગઠનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટની વધતી જતી લોકપ્રિયતા જાળવી રાખવી જરૂૂરી છે, પરંતુ તે સાથે એ સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે વેપારીઓ પર કોઈ નવો આર્થિક બોજ ન નાખવામાં આવે.

નાણામંત્રીનો હકારાત્મક અભિગમ
જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપારીઓની ચિંતાઓ ખૂબ જ ધીરજ અને ગંભીરતાથી સાંભળી. તેમણે પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર દેશમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તમામ હિતધારકોના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સરકારના સકારાત્મક વલણ અને સમીક્ષા અંગેની નક્કર ખાતરી બાદ, વેપારી નેતાઓએ 2 ઓક્ટોબર માટે નિર્ધારિત વિરોધ પ્રદર્શન તાત્કાલિક પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ પ્રતિનિધિમંડળની વાત ગંભીરતાપૂર્વક અને ધીરજથી સાંભળી અને તેમને ખાતરી આપી કે સરકાર ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તમામ હિતધારકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રતિનિધિમંડળે વેપારી સંગઠનો સાથે સંવાદ સાધવા અને આ બાબતે સકારાત્મક અભિગમ અપનાવવા બદલ નાણામંત્રી અને નાણાં મંત્રાલયનો આભાર માન્યો હતો.