ગુજરાત
તહેવારો પૂરા, 950 ધાર્મિક સહિતના દબાણોના ડિમોલિશનનો તખતો તૈયાર
ધારાસભ્ય સહિતનાની રજૂઆતના પગલે સ્થગિત કરેલ કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરાશે
શહેરમાં નદીકાંઠાના વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો ઉપર થઈ ગયેલા ધાર્મિક દબાણો કે જેને દૂર કરવા માટે તંત્રને પરસેવો વળી જતો હોય છે. પરંતુ ટ્રાફિક સમસ્યાના હલ માટે અને અકસ્માતો ઘટાડવા આ પ્રકારના બાંધકામો પણ દૂર કરવા પડશે. તેવી સુચના કોર્ટ દ્વારા આપવામાં આવતા મહાનગરપાલિકાએ પણ ધાર્મિક દબાણો સહિતના 950થી વધુ દબાણો દૂર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. મોટા ભાગના દબાણો દૂર કરવા માટે અગાઉ નોટીસ અપાઈ ગયેલ હોય હવે ફક્ત 48 કલાકનો દબાણો ખાલી કરવાનો સમય આપી ગમે ત્યારે મેગા ડિમોલેશન હાથ ધરાશે તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે. જેના લીધે રોડ રસ્તાઓ સાંકડા બની જતાં ટ્રાફિક સમસ્યાએ પણ વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યુ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાનો આદેશ કર્યો છે. જે અનુ સંધાને કલેક્ટર વિભાગ દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી શરૂૂ કરાઈ છે અને આ મોકાનો લાભ લેવા માટે મહાનગરપાલિકાએ પણ નદી કાંઠાના વિસ્તારો તેમજ જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં થયેલા ધાર્મિક તેમજ અન્ય ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 950 દબાણ કરનારાઓને નોટીસ આપી ચુકી છે. પરંતુ દિવાળીના તહેવાર દરમિયાન રાજકીય રજૂઆતના પગલે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં અવાી હતી. અને હવે તહેવારો પુરા થઈ ગયેલ હોય દબાણો હટાવવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે અગાઉ પણ અનેક વખતનોટીસો અપાઈ ગઈ છે. પરંતુ આજ સુધી કોઈ જાતની શખ્ત કાર્યવાહી થયેલ નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી જમીન ઉપરના દબાણો તેમજ મુખ્ય માર્ગો ઉપર આવતા ધાર્મિક સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ટુંક સમયમાં કામગીરી શરૂૂ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ જંગલેશ્ર્વર વિસ્તારના રોડ રસ્તા ઉપર આવતા વર્ષો જૂના દબાણો તેમજ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે પ્રથમ 950 નોટીસ આપવામાં આવી છે. જે અંતર્ગત દબાણ કરતાઓએ જાતે દબાણો દૂર કરવાનો સમય અપાયો છે. છતાં દબાણો દૂર નહીં થાય તો દિવાળી બાદ ગમે ત્યારે તમામ ગેરકાયદેસર દબાણોનું ડિમોલેશન કરવામાં આવશ.ે
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ ખાતે મહા ડિમોલેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને હવે ટુંક સમયમાં રાજકોટમાં પણ એક સાથે 950થી વધુ દબાણોનું મહા ડિમોલીશન હાથ ધરાશે.
જૂની નોટિસોની અમલવારી કરાશે
મહાનગરપાલિકા દ્વારા નદી કાંઠાના અને ધાર્મિક દબાણો હટાવવા માટેની કામગીરી શરૂ કરવાનો સંકેત આપી દીધો છે. અને સાથો સાથ રાજકોટના અન્ય વિસ્તારોમાં થઈ ગયેલા સુચિતના તેમજ માર્જિન અને પાર્કિંગના દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે છેલ્લા એક વર્ષ દરમિયાન 260/2ની નોટીસ આપવામાં આવી હોય અને આજ સુધી આ દબાણો દૂર ન થયા હોય તેની વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે મહાનગરપલિકાના પ્લોટ ઉપર તેમજ રોડ-રસ્તા ઉપર થયેલા દબાણોનો સર્વે કરવામાં આવ્યો છે. અને આ તમામ દબાણ કરતાઓને ટુંક સમયમાં નોટીસ આપી સમય મર્યાદામાં દબાણો દૂર નહીં થાય તો ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે અને મહા ડિમોલેશનની સાથો સાથ અન્ય વિસ્તારોના દબાણો પણ દૂર થઈ જાય તેવો એક્શન પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.