Site icon Gujarat Mirror

પોપટપરામાં મહિલા પેડલર 3.56 લાખના ગાંજા સાથે ઝડપાઈ, સુરતથી લાવી હોવાનું રટણ

રાજકોટમાં ગઈકાલે પ્ર. નગર પોલીસે પોપટપરામાંથી રૂૂ.3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને પકડી પાડી કાર્યવાહી કરી હતી. વર્ષા ઉકેડીયા ગાંજાનો જથ્થો સુરતથી લાવી છૂટકમાં વેંચાણ કરતી હોવાનુંસામે આવ્યું હતું.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ઇન્ચાર્જ એડી. સીપી હરપાલસિંહ જાડેજા અને ડીસીપી રાકેશ દેશાઈ દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ. એમ.ડી.મકવાણાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.બી.રાણીંગા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વનરાજભાઈ બોરીચા અને રીયાઝભાઈ ભીપૌત્રાને પોપટપરા રેલનગર મેઇન રોડ ક્રિષ્ના પાર્કની સામે ગુરૂૂકૃપા ગેરેજ વાળી શેરીમાં રહેતી એક મહીલાએ પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે મહિલાના મકાનમાં દરોડો પાડી તેની અટક કરી નામ પૂછતા પોતે વર્ષાબેન બાબુ ઉકેડીયા (રહે. પોપટપરા, રેલનગર મેઇન રોડ,ક્રિષ્ના પાર્કની સામે ગુરુકૃપા ગેરેજ વાળી શેરી, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે મકાનમાં તપાસ કરતાં ત્યાંથી રૂૂ.3.56 લાખનો 7.132 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતાં મકાન માલીક મહિલાની ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ મહિલા પોતે સુરતથી ગાંજો લઈ આવી છૂટકમાં ગાંજો વેંચાણ કરતો હતી. હાલ વધું તપાસ પીએસઆઇ કે. કે.ચાવડા અને ટીમે યથાવત રાખી છે.

Exit mobile version