હળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીમાં ઘૂસી આવેલા ગાયના વાછરડાને ભગાડવાની સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે વિવાદ વકર્યો હતો. જેમાં પાંચ શખ્સોએ એકસંપ થઈ…

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીમાં ઘૂસી આવેલા ગાયના વાછરડાને ભગાડવાની સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે વિવાદ વકર્યો હતો. જેમાં પાંચ શખ્સોએ એકસંપ થઈ એક જ પરિવારના પાંચ સભ્યો પર લાકડી, ધોકા અને છરી વડે હુમલો કરી દેતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ભલગામડા ગામના ખેડૂત ધીરાભાઈ અરમશીભાઈ ઉઘરેજા (ઉં.વ. 45)ની ભાગની વાડીમાં પડોશીની વાડીમાંથી ગાયનું વાછરડું ઘૂસી આવ્યું હતું. જેને ધીરાભાઈના પત્નીએ ભગાડી મૂક્યું હતું. આ બાબતનો ખાર રાખી દિનેશભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા ધીરાભાઈના ઘર પાસે પહોંચ્યા હતા અને ગાળાગાળી શરૂૂ કરી હતી. ધીરાભાઈએ ગાળો બોલવાની ના પાડતા વિવાદે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું.
આ દરમિયાન રતન ધરમશી ઉઘરેજાએ ધીરાભાઈને માથાના ભાગે લાકડી ફટકારી લોહીલુહાણ કર્યા હતા. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર યુવરાજને હકાભાઈ ગોવિંદભાઈએ માથામાં ધોકો માર્યો હતો.જ્યારે રાજુભાઈને ધોકો મારવામાં આવતા જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી.

ઉપરાંત રવિ દિનેશભાઈ ઉઘરેજાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ પાંચ સભ્યોને 108 એમ્બ્યુલન્સ મારફતે હળવદની શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે છરીના ઘાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત જીતેશભાઈને વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર ધીરાભાઈ અરમશીભાઈ ઉઘરેજાની ફરિયાદના આધારે હળવદ પોલીસે દિનેશ ગોવિંદભાઈ ઉઘરેજા, રતન ધરમશી ઉઘરેજા, રવિ દિનેશભાઈ ઉઘરેજા, હકાભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા અને સિંધાભાઈ કેશાભાઈ ઉઘરેજા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.