Site icon Gujarat Mirror

ભાવનગરના મણાર ગામે મહિલા ડોકટરનો ગળેફાંસો ખાઈ આપઘાત

ભાવનગર જિલ્લાનાતળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા મણાર ગામે સાસરિયું ધરાવતી અને સાતેક વર્ષના લગ્ન જીવન મા એક પુત્ર રત્ન ધરાવતી ડોકટર મહિલા એ બપોર ના સુમારે ઘરે ગળેફાંસો ખાઈ જીવમ ટૂંકાવી દીધું હતું.મહિલા ના પિતા એ મોત ને લઈ શંકાવ્યક્ત કરી હતી. ના. મામલતદાર ની હાજરીમાં પોલીસ ને ઇન્કવેસ્ટ ભરવાની ફરજપડી હતી જેમા સંપૂર્ણ બોડી ચેકકરવામાં આવી હતી.એક્સપર્ટ દ્વારા પી. એમ થાય તે માટે પોલીસે તજવીજ હાથ ધરીછે.

પાલીતાણા ના જમણવાવ ગામે પિયર ધરાવતા ડોકટર મીનાબેન વિજયભાઈ મારું (ઉ.વ.32) ના લગ્ન મણાર ગામના મનુભાઈ શામજીભાઈ ના દીકરા વિજયભાઈ સાથે સાતેક વર્ષ પહેલાં થયા હતા.લગ્ન જીવન દરમિયાન એક પુત્ર છે જે આજે અંદાજીત ચારેક વર્ષ નો છે.કોરોના કાળ દરમિયાન કચ્છ ના નારાયણ સરોવર ખાતે સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ ને ટીંબી ખાતે મેડિકલ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા.બાદ તેઓએ પુત્ર ની કેળવણી માટે સરકારી વિભાગમાથી ડોકટર તરીકે ની ફરજ માંથી રાજુનામુ આપ્યું હતું. આજે ડોકટર મહિલા મીનાબેન એ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. મૃતકને પી.એમ માટે તળાજા ની રેફરલ હોસ્પિટલમાં લાવવામા આવ્યા હતા.

અહીં મૃતક મીનાબેન ના પિતા એ મોત ને લઈ શંકાવ્યક્ત કરી હતી.જેને લઈ પોલીસે ના. મામલતદાર ની રૂૂબરૂૂ ઇન્કવેસ્ટ ભરી બોડી ઉપર ગળેફાંસો ખાધા સિવાયના અન્ય કોઈ નિશાન છેકે કેમ તે સહિત ની ન્યાયિક કાર્યવાહી માટે જરૂૂરી નોંધ કરી હતી.લાશ ને પેનલ પી. એમ માટે સાંજે ભાવનગર લઈ જવામાં આવી હતી. પી. એમ રિપોર્ટ બાદ મોત નું કારણ જાણવા મળશે.

મારી ડોકટર દીકરી આત્મ હત્યા ન કરી શકે: પિતા
મૃતક મીનાબેનના પિતા પ્રવિણભાઈ દેવજીભાઈ એ મીડિયા ને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે મણાર ગામે જ્યાં સાસરિયા મા રહેતી હતી ત્યાં નજીકમાંજ રહેતા અન્ય સગાઓ ને લઈ કંકાસ રહેતો હતો. સરકારી હોસ્પિટલમા ડોકટર તરીકે ફરજ બજાવતા હોય તેમાંથી પણ તેઓએ રાજીનામું આપ્યુ હતું એ બાબત ને લઈને પણ અમોએ તેમના ઘરનો મામલો છે તેમ કહ્યું હતું.આજે બપોરે ફોન આવેલ હતો. દીકરો નાનો હોય સવારે તડકો ન હોય આવવા કહેલ.બાદ બે કલાક પછી તેમના સાસરિયા પક્ષે થી ફોન આવે છેકે તળાજા હોસ્પિટલમા આવો. અમે ગયા તો પી.એમ રૂૂમમાં દીકરી ની લાશ પડી હતી.મારી દીકરી અણસમજુ ન હતી.એ ડોકટર હતી.મેડિકલ ઓફિસર તરીકે અનુભવ હતો. તે ગળેફાંસો ખાઈ આત્મહત્યા ન કરે.અમોને શંકા છે. અમોને ન્યાય જોઈએ છીએ.

Exit mobile version