વ્યાજખોરના ત્રાસથી કંટાળી ફૂટવેરના ધંધાર્થીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

શહેરમાં વ્યાજના વરૂૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર લોકોને આત્મઘાતી પગલાં ભરવા સુધી મજબૂર કરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં…

શહેરમાં વ્યાજના વરૂૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર લોકોને આત્મઘાતી પગલાં ભરવા સુધી મજબૂર કરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં ઘંટેશ્વર પાર્કમાં રહેતા અને જંકશન પ્લોટમાં ફૂટવેરની દુકાન ધરાવતા વેપારીએ વ્યાજ ખોરના ત્રાસથી કંટાળી રેસકોર્સ ખાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ઘંટેશ્વર પાર્ક પાસે રહેતા અભિષેકભાઈ મુકેશભાઈ મોટવાણી નામનો 32 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રેસકોર્સ ખાતે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં અભિષેક મોટવાણી જંકશન પ્લોટમાં ફૂટવેરની દુકાન ધરાવે છે અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે આપઘાતનો પ્રયાસ કરનાર અભિષેક મોટવાણી પાસેથી એક ચબરખી મળી આવી છે જેમાં પ્રકાશભાઈ મોરજરીયા પાસેથી ગોલ્ડ સામે રૂૂ.15 લાખ તેની પત્ની સેજલબેન મોરજરીયા પાસેથી ડાયરી પર રૂૂ.3.20 લાખ, ચેતનભાઇ ચાવડા પાસેથી એક લાખ, અક્ષયભાઈ જાની પાસેથી રૂૂ.1.40 લાખ અને વિમલભાઈ ગમારા પાસેથી રૂૂ.4.5 લાખ મળી કુલ રૂૂ.25.10 લાખ લીધા હતા અને જે રકમ ચૂકવી દીધી હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાનો ચબરખીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.