એટ્રોસીટી અને મારી નાખવાની ધમકી આપ્યાની ત્રણ સામે ફરિયાદ
ધ્રાંગધ્રા ના રતનપર ગામે રહેતા ફરીયાદી કોઢ ગામની સીમમાં આવેલી વાડી ઉધડ રાખી ખેતી કામ કરતા હતાં ત્યારે ગામના ત્રણ શખ્સો દ્વારા ફરીયાદી તેમાના દીકરાને જ્ઞાતિ એ, હડધુત કયૉંની ફરીયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મા નોધાવી હતી પોતાના દીક્સ નરેન્દ્રભાઈ ધ્રાંગધ્રા ના કોઢ ની સીમમાં રેહતા હનુભાઈ રાઠોડ પોતાની દીકરી જયશ્રીબેન સાથે વાડીમાં કામ કરતા હતા ત્યારે કોઢ ગામના જેઠાભાઈ ચૌહાણ, રામાભાઈ જેઠાભાઈ ચૌહાણ, કરણભાઈ જેઠાભાઈ ચૌહાણ ત્યાં આવી જેમ તેમ ભુંડાબોલી ગાળો આપી હનુભાઈ રાઠોડને મારમારવા લાગ્યા હતા તેવામાં વાડીએ હાજર પુત્ર નરેન્દ્રભાઈ અને જયશ્રીબેન પોતાના પિતાને માર મારતા છોડાવવા માટે દોડી ગયા હતા.
આરોપીઓ દ્વારા દીકરા દીકરીને પણ ધક્કો મારી નીચે પાડીને,જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ એ અપમાનિત કરતા ધ્રાંગધ્રા સરકારી દવાખાને સારવાર લીધા બાદ આરોપીઓ જેઠાભાઈ ચૌહાણ, રામાભાઈ જેઠાભાઈ ચૌહાણ તથા કરણ જેઠાભાઈ ચૌહાણ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માર મારી જાનથી મારી નાખવા ની ધમકી આપી એટ્રોસિટી મુજબ ફરીયાદી નોંધાવતા વધુ તપાસ ડીવાયએસપી એસટી એસટી કરી રહ્ય છે

