ક્રાઇમ
મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનની લાશ મળી
24 કલાક શોધખોળ ચાલી : પીએમમાં ખસેડાયો મૃતદેહ
મોરબીના જૂના આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનનો મૃતદેહ 24 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો છે ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. મળતી માહિતી મુજબ રોહીદાસપરા વિજયનગરમાં રહેતા વિનોદ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.32) નામના યુવાન રવિવારે સવારના સુમારે જૂની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ 3 ડેમમાં કોઈ કારણોસર કુદી ગયા હતા જે બનાવને પગલે મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી.
તરવૈયાઓએ રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે રવિવારે સાંજ સુધી શોધખોળ ચલાવ્યા બાદ પણ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને સોમવારે સવારે ફાયર ટીમને યુવાનનો મૃતદેહ મળ્યો હતો અંદાજે 24 કલાક જેટલો સમય શોધખોળ કર્યા બાદ મૃતદેહ મળ્યો હતો જેથી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.