ભાવનગરના વેજોદરી ગામે પુત્રને બચાવી પિતાએ મોત વ્હાલું કર્યું

પિતાએ સંતાનને ભેસનું પૂંછડું પકડવી પાણીની બહાર કાઢ્યો, પોતે ગરકાવ થઈ ગયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે ભશોને ચરાવવા ગયેલા પિતા પુત્રને બચાવીને પોતે…

પિતાએ સંતાનને ભેસનું પૂંછડું પકડવી પાણીની બહાર કાઢ્યો, પોતે ગરકાવ થઈ ગયા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે ભશોને ચરાવવા ગયેલા પિતા પુત્રને બચાવીને પોતે મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ તળાજા તાલુકાના વેજોદરી ગામે પશુપાલનનો વ્યવસાય કરતા ભવાનભાઈ( ઉર્ફે-ફુલાભાઈ) બાલાભાઈ ઢાપા ઉ.વ.52 દીકરા તુલસી(ઉ.વ.15) સાથે ભેશો ચરાવવા ગયાહતા.ભેશ ગામના તળાવ મા ચાલીગઈ હતી.આથી તુલસી ભેંશને બહાર કાઢવા જતા પાણી અને કાદવ મા ફસાતા પિતા ભવાનભાઈ બહાર કાઢવા જતા પોતેપણ ફસાઈ ગયા હતા.આથી દીકરાનો જીવ બચાવવા તેઓએ પાણી માંથી બહાર નીકળતી ભેંશનું પૂછડું પકડવી દેતા પુત્ર બહાર નીકળી શક્યો.ભવાનભાઈ પોતે ગરકાવ થઈ ગયા હતા.પુત્ર એ ગામના લોકોનો જાણ કરતા પોલીસ તથા તળાજા ફાયરની રેસ્ક્યુ ટીમ એ પાણીમાં ગરકાવ આધેડને શોધી શક્યા પરંતુ જીવ બચાવવામાં સફળ થયા ન હતા. આ બનાવથી ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

ઇલેક્ટ્રીક શોક લાગતા મોત
તળાજા પંથકના ખદરપર ગામના ધરમબા રાજદીપસિંહ ગોહિલ ઉ.વ.આ.22 પાણીની મોટર શરૂૂ કરવા જતાં વિજશોક લાગતા તેઓએ મોતની ચાદર ઓઢીલીધી હતી.પી.એમ માટે તળાજા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેઓના કુમળી વયના સંતાનો એ માતાની છત્રછાયા ગુમાવી હતી.