વૃધ્ધને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયા પણ જીવ ન બચ્યો
મુળ વિસાવદરના રાજપરા ગામના વતની અને હાલ વાપીમાં રહેતાં વૃધ્ધ રાજકોટ રહેતી પુત્રીનાં ઘરે આંટો દેવા આવતાં હતાં ત્યારે એસ.ટી.બસમાં ગબડી પડતાં બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. વૃધ્ધના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ વિસાવદરના રાજપરા ગામના વતની અને હાલ વાપીમાં રહેતાં હેમંતભાઈ જીવરાજભાઈ પાટડીયા નામના 69 વર્ષના વૃધ્ધ રાજકોટ રહેતી પુત્રી શિલ્પાબેન સોરાણીના ઘરે આંટો દેવા આવતાં હતાં હતા ત્યારે રાજકોટ એસ.ટી.બસ સ્ટેશન ખાતે બસ પહોંચતાં વૃધ્ધ એસ.ટી.બસમાં જ ગબડી પડયા હતાં. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક હેમંતભાઈ પાટડીયા પાંચ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતાં અને વાપીમાં આવેલી કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. રાજકોટ રહેતી પુત્રીનાં ઘરે આંટો દેવા આવતાં હતાં તે દરમિયાન એસ.ટી.બસમાં ગબડી પડતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
