ગત ટર્મ જેવા મેયર ન હોવા જોઈએ, વડોદરાની સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ

વડોદરા શહેરમાં આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,શાસક પક્ષના નેતા અને દંડક માટે નિરીક્ષકો સેન્સ લેવા માટે ભાજપ કાર્યકલ નમો કમલમ ખાતે આવ્યા હતા.…

વડોદરા શહેરમાં આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,શાસક પક્ષના નેતા અને દંડક માટે નિરીક્ષકો સેન્સ લેવા માટે ભાજપ કાર્યકલ નમો કમલમ ખાતે આવ્યા હતા. આ સમયે યોગેશ પટેલ પણ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ સમયે મીડિયા સમક્ષ વાત કરતા ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડમાં જીતેલા આયાતી ઉમેદવારોને લઇને ફરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વોર્ડ નં- 17,18 અને 19માં એક-એક પગપુરીઓ પેસી ગઈ છે. આવા લોકો ભાજપનું કશું જાણતા નથી અને એ ભાજપને ઘણુ નુકસાન કરે છે.

વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ઘણા લોકોને બાળક જન્મે ઘણી વખત કૂદીને ચાલતો હોય છે. ત્રણ વર્ષ-ચાર વર્ષ સુધી…ભાજપમાં પણ એવું જ છે. ક્યારેય ભાજપનું કામ ન કર્યું, ભાજપના કામમાં દેખાયો પણ ન હોય. અમારા નેતાઓ પણ કહે કે, આવા લોકોને ટિકિટ નહીં આપીએ. આવા ન ચાલતા લોકોની ઘરના બાધા રાખે છે કે, જો ચાલતો થશે તો પુરી મુકીશ. એને પગપુરી કહેવાય. શું કહેવાય પગપુરી… આવી કેટલીય પગપુરીઓ મારા વોર્ડમાં જ નહીં, વોર્ડ નં- 17,18 અને 19માં એક-એક પગપુરીઓ પેસી ગઈ છે. આવા લોકો ભાજપનું કશું જાણતા નથી અને એ ભાજપને ઘણુ નુકસાન કરે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગઇ વખતે પણ આવી પગપુરીઓ પેસી ગયેલી અને એને પણ ભાજપને બહું નુકસાન કરેલું. આ વખતે પણ 3 પગપુરીઓ પેસી ગઇ છે.

એ ઘણુ નુકસાન કરે છે. નામ તમારે શોધવાના છે. પણ આ પગપુરીઓ બધે જ છે. તમારા મતે મેયર કેવા હોવા જોઇએ તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ગઇ વખતે હતા, એવા ન હોવા જોઇએ.ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પહેલા પણ યોગેશ પટેલે કહ્યું હતું કે, ’હારથી કોઈ આવે તો આપણે બધાએ લડવાનું છે, વિરોધ કરવાનો. જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે. આપણે બસો ભરીને પહોંચાડ્યા છે. પાર્ટીએ જે કહ્યું છે તે બધું આપણે કર્યું છે, જેથી આપણને ચાન્સ મળવો જોઈએ’ તેમ છતાં પાર્ટીએ વોર્ડ બહારના ઉમેદવારોને ટિકીટ આપી હતી. જેથી ફરીએકવાર યોગેશ પટેલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.