ગુજરાત
જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગમ્ખવાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢના માળિયા હાટીના પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાત લોકોના મોત થયા છે.
ભંડુરી ગામ નજીક સોમનાથ-જેતપુર હાઇવે ઉપર એક કાર સોમનાથ તરફ જતી હતી ત્યારે કાર ચાલકે કાબુ ગુમાવતા ડીવાઇડર કુદીને રોંગ સાઇડમાં સામેથી આવતી કાર સાથે ટકરાઇ હતી. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. મૃતકોને 108 દ્વારા માળિયા-હાટીનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અન્સૌર જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક કારમાં આગ લાગી હતી. કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવની કામગીરી હાથ ધરી છે.