વડિયામાં ખેડૂતનો આપઘાત, ગ્રામજનો મૃતદેહ લઈ પોલીસ મથકે પહોંચ્યા

વીડિયોમાં 20 વર્ષની આપવિતી જણાવી બાદમાં ઝેરી દવા ગટગટાવી જમીનના રસ્તા મામલે હેરાનગતિ હતી, ન્યાયની માંગ સાથે પરિવારમાં રોષ, ભાજપ નેતાના પરિવારના બે લોકો સામેલ…

વીડિયોમાં 20 વર્ષની આપવિતી જણાવી બાદમાં ઝેરી દવા ગટગટાવી

જમીનના રસ્તા મામલે હેરાનગતિ હતી, ન્યાયની માંગ સાથે પરિવારમાં રોષ, ભાજપ નેતાના પરિવારના બે લોકો સામેલ હોવાના આક્ષેપ

સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ની માઠી દશા બેઠી હોય તેમ એક બાજુ મોરબીના જેતપર માં મંત્રી ના ગામમાં ખેડૂતો ને અન્યાય બાબતે આંદોલન મંડાયા છે.સરકારના બીજા મંત્રી ના મત વિસ્તાર માં ખેડૂતે ઝેરી દવા ગટ ગટાવી જીવન ટૂંકાવતા અરેરાટી વ્યાપી છે. અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના વડિયા ગામે બે દિવસ પેહલા ખેડૂત મનસુખભાઇ જીણાભાઇ સોજીત્રા ની વાડીએ જવાનો વર્ષો જૂનો બાપ દાદા વખતનો રસ્તો બાલાભાઈ મનજીભાઈ સોજીત્રા દ્વારા બંધ કરવામાં આવતા આ રસ્તા બાબતે છેલ્લા ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી અનેક સમજાવટો બાદ પણ આ રસ્તાના પ્રશ્નનો ઉકેલ ના આવતા તેને અંતે મૃત્યુ ને વ્હાલુ કરવાનો નિર્ણય લીધો હોય તેમ તેને એક વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાઈરલ કર્યો હતો જેમાં તેને રસ્તો બંધ કરવા માટે જવાબદાર બે ઈસમો બાલાભાઈ મનજીભાઈ સોજીત્રા અને તેના દીકરા આ ખેડૂતને હેરાન કરતા હોય અને તે મોટી રાજકીય વગ ધરાવતા હોવાથી તેને પહોંચી નહિ શકતા કંટાળી અંતે આ ખેડૂતે તેની વાડીએ બપોર બાદના સમયે ઝેરી પીધી હતી.આ બાબતની જાણ સ્થાનિકો ને થતા તેને 108 મારફત વડિયા હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગોંડલ સારવાર અર્થે ખાસેડાયા હતા.ત્યાં સારવાર દરમ્યાન તેમનું બીજા દીવસે મૃત્યુ નીપજતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી હતી.

આ ઘટનામાં મૃતક ખેડૂતનો રસ્તો બંધ કરી પરેશાન કરી મરવા મજબુર કરનાર શખ્સો એ વડિયા જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય અને ભાજપ અગ્રણીના પરીવારજનો હોવાથી રાત્રીના સમયે ગુનો દાખલ કરવાની પ્રકિયા હાથ ધરાઈ હતી પરંતુ મૃતકના પરીવારજનો ના ધમ પાછાડા બાદ પણ ચાર નામો માથી બે નામો સામે જ છેક પંદર કલાકની માથાકૂટ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે અન્ય બે નામો જે ભાજપ અગ્રણીના નાના ભાઈ અને તેમના કાકી સામે ગુનો નોંધવામાં ના આવતા રાજકીય નેતાઓક્ષફ પ્રેસર થી પોલીસ કામ કરતી હોવાના આક્ષેપો લાગ્યા હતા. જોકે રાત્રે મૃતકના પરીવાર જનોને આ બાબતે અંદાજો આવતા મૃતકનો મૃતદેહ પોલીસ સ્ટેશન પાસે લાવીને ચાર શખ્સ સામે ગુનો નોંધવા માંગણી કરી હતી પરંતુ મોટા રાજકીય નેતાઓના ઈશારેજાણે સામાન્ય માણસનું કોઈ સાંભળનાર ન હોય તેમ મૃતક ના પુત્રની ફરિયાદ હોવા છતાં આરોપીઓને પોલીસ છવારતી હોય તેવા આક્ષેપો સ્થાનિકોએ લગાવ્યા હતા.

અંતે આ ખેડુતે જે વિડીયો બનાવ્યો હતો તેમાં જે બે શખ્સના નામો લીધા હતા તે મુજબ બાલાભાઈ મનજીભાઈ સોજીત્રા અને તેમના પુત્ર ભાવેશ બાલાભાઈ સોજીત્રા સામે ગુનો દાખલ કારવામા આવ્યો હતો. જોકે રાત્રીથી અમરેલી જિલ્લાની પોલીસની ટિમોને વડિયા ખાતે કામે લગાડવામાં આવી હોય તેમ પોલીસના ધાડે ધાડા ઉતરતા જોવા મળ્યા હતા. અને અંતે મૃતક પરિવારજનો એ પોલીસ સામે અને રાજકીય વગ સામે કોઈ સાંભળનાર જ નથી તેવો નિસાસો નાખી ને જાણે સ્વજન ને ગુમાવી હાર સ્વાકારી હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા અને ફક્ત બે જ લોકો કે જેના નામ મૃતક દ્વારા વીડિયોમાં લેવાય છે તેની સામે જ ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે હો કોઈ સક્ષમ અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરે તો હજુ બીજા લોકો સામે ગુનો નોંધાઈ શકે છે પરંતુ આખી ઘટનામાં રાજકારણ જ સર્વસ્વ હાવી થતુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે.