રાજકોટના આંગડિયા સંચાલકની ગોંડલની પેઢીમાંથી રૂા.2.31 કરોડની છેતરપિંડી

રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા 67 વર્ષીય હર્ષદભાઈ બોરીયા ગોંડલમાં ’પી.એમ. આંગડિયા પેઢી’ નામે વ્યવસાય ચલાવે છે. તેમની પેઢીમાં મયુર ઢોલ નામનો શખ્સ છેલ્લા 14 વર્ષથી…

રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા 67 વર્ષીય હર્ષદભાઈ બોરીયા ગોંડલમાં ’પી.એમ. આંગડિયા પેઢી’ નામે વ્યવસાય ચલાવે છે. તેમની પેઢીમાં મયુર ઢોલ નામનો શખ્સ છેલ્લા 14 વર્ષથી મેનેજર તરીકે કામ કરતો હતો અને લાંબા સમયના વિશ્વાસના કારણે પેઢીનો તમામ આર્થિક વહીવટ સંભાળતો હતો. મેનેજર મયુરે જૂનાગઢમાં રહેતા પોતાના બનેવી જલ્પેશ ઝાપડિયા સાથે મળીને માલિકના વિશ્વાસનો દુરુપયોગ કર્યો અને પેઢીમાંથી કુલ ₹2.61 કરોડની નાણાકીય ગેરરીતિ આચરી હતી.

ગત 12 મે 2026ના રોજ મયુરે શાપર, જેતપુર અને ધોરાજીની વિવિધ બ્રાન્ચમાંથી આશરે ₹1.17 કરોડ ઉપાડી લીધા હતા, આ ઉપરાંત અગાઉના હિસાબના ₹1.44 કરોડ પણ બાકી હતા. પેઢીના હિસાબોમાં ગરબડ જણાતા માલિક હર્ષદભાઈએ શાપર અને જેતપુર બ્રાન્ચના ઈઈઝટ ફૂટેજ તપાસ્યા, જેમાં મેનેજરનો બનેવી જલ્પેશ નાણાં ઉપાડતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. ચોરી પકડાઈ ગયા પછી આરોપીઓએ જૂનાગઢ બ્રાન્ચમાંથી માત્ર ₹30 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના ₹2.31 કરોડ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
જ્યારે પેઢીના માલિક હર્ષદભાઈએ રૂૂબરૂૂ મળીને ઉઘરાણી કરી, ત્યારે મેનેજર મયુરે ધમકીભર્યા અવાજમાં કહ્યું કે, “મારા પર દેણું થઈ ગયું હોવાથી મેં પૈસા લીધા છે.

હવે મારી પાસે આપવા માટે કંઈ નથી, તમે આ પૈસા ભૂલી જાઓ.” જોકે, આ સમગ્ર વાતચીત અને ગુનાની કબૂલાતનું માલિકની દીકરીએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું, જે પોલીસ તપાસમાં ખૂબ મહત્વનો પુરાવો સાબિત થશે.નાણાં પરત ન મળતા આખરે હર્ષદભાઈ બોરીયાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર મયુર ઢોલ અને તેના બનેવી જલ્પેશ ઝાપડિયા વિરુદ્ધ ઇગજની કલમ 316(5) અને 54 હેઠળ છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ પી.આઈ. જે.આર. ઝાલાને સોંપી છે અને દીકરીએ ઉતારેલા વીડિયો તથા ઈઈઝટ ફૂટેજના આધારે આરોપીઓની અટકાયત કરવા અને રકમ રિકવર કરવા ચક્રો ગતિમાન કર્યા છે.