સૌરાષ્ટ્ર

જામનગરના એસપી પ્રેમસુખ ડેલુના નામે ફેસબુક પર બન્યું ફેક એકાઉન્ટ: તપાસનો હુકમ

Published

on

જામનગરના જિલ્લા પોલીસવડાના નામથી કોઈ શખ્સે ફેસબુક પર ફેક આઈડી બનાવી તેના મારફતે પૈસા માગવાનું શરૃ કરતા અને તે બાબત એસપીના ધ્યાનમાં આવતા તેઓએ આવી કોઈ પોસ્ટ પર રિપ્લાય નહીં આપવા અનુરોધ કર્યો છે અને સાયબર ક્રાઈમ સેલને તપાસનો હુકમ કર્યો છે.
જામનગર સહિત રાજ્યભરમાં સાયબર ક્રાઈમને લગતા ગુન્હાઓમાં થોડા સમયથી ચોંકાવનારો વધારો જોવા મળી રહ્યો છે. તે દરમિયાન ગઈકાલે દ્વારકા સાયબર ક્રાઈમ સેલે વડોદરાના ત્રણ અને રાજસ્થાનના ત્રણ મળી કુલ છ શખ્સની એક ટોળકીને ઝબ્બે કરી છે. આ ટોળકી ફેક એડ વગેરે બનાવી છેતરપિંડી આચરતી હોવાની કબૂલાત મળી છે તે દરમિયાન જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના નામે પણ બોગસ ફેસબુક એકાઉન્ટ એક્ટિવ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે. આ બાબતે વધુ જાણવા મળ્યા મુજબ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુના ફોટા સાથે ફેસબુક પર વાયરલ થયેલી આ બોગસ આઈડીમાં કેટલાક શખ્સો દ્વારા પોસ્ટ મુકાઈ રહી છે અને તેના મારફતે પૈસા મગાતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ બાબત એસપી પ્રેમસુખ ડેલુના ધ્યાનમાં આવતા તેઓએ પોતાના ઓરિજીનલ ફેસબુક એકાઉન્ટ પર અપીલ કરી તેઓની ફેક આઈડી પરથી પૈસા મગાતા હોવાની બાબત પર રિપ્લાય નહીં કરવા જણાવ્યું છે અને આ બાબતે તપાસ કરવા જામનગર સાયબર ક્રાઈમ સેલને સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version