Site icon Gujarat Mirror

હાલાર પંથકમાં વ્યાપક વીજચેકિંગ, વધુ રૂા.2.15 કરોડની ચોરી પકડાઈ

હાલારના બંને જિલ્લાઓ માં છેલ્લા ચાર દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે અને રૂૂપિયા બે કરોડથી વધુની વીજ ચોરી પકડી લેવામાં આવી છે. ગઈ કાલે ગુરુવારે સતત ચોથા દિવસે પણ વિજ ચેકીંગ ચાલુ રખાયું હતું, અને વધુ 41.80 લાખની વિજ ચોરી પકડી લેવાઈ છે.


જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે ગુરુવારે સવારે સતત ચોથા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર શહેરના જલારામ ઝુપડપટ્ટી, લીમડાલેન, સેતાવાડ, ખોજાવાડ, માંડવી ટાવર, જલાનીજાર, માંડવી ટાવર સહિતના શહેરના એરિયામાં ચેકિંગ ચાલુ રખાયું હતું, તેમજ જામજોધપુર ના ગ્રામ્ય પંથકમાં પણ વિજ ચેકિંગ ની કાર્યવાહી ચાલુ રખાઈ હતી.


કુલ 37 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 12 નિવૃત આર્મી મેન અને 21 લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતા.


સમગ્ર દિવસ દરમિયાન કુલ 385 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 68 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂૂપિયા 41.80 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર 4 દિવસ દરમિયાન રૂૂપિયા બે કરોડ 15 લાખ થી વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

Exit mobile version