ગુજરાત
એરપોર્ટ પરથી શંકાસ્પદ પાર્સલ મળતા દોડધામ: પોલીસ દોડી
જામનગરના એરપોર્ટ પર લોકોની જાનમાલ ની સુરક્ષા બાબતે બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ ડોગ સ્ક્વોર્ડ, એસ.ઓ.જી. સહિતની જુદી જુદી પોલીસ વિભાગની સુરક્ષા એજન્સીઓની સતર્કતા નિહાળવાના ભાગરૂૂપે આજે સાંજે મોકડ્રીલ યોજાઈ હતી.
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા દ્વારા જામનગરના એરપોર્ટ પર સુરક્ષા ની દ્રષ્ટિએ વિવિધ એજન્સીઓની ચકાસણી કરવાના ભાગરૂૂપે ગુરુવારે સાંજે એરપોર્ટ પર શંકાસ્પદ પાર્સલ પડ્યું છે, તેવી માહિતીના આધારે જુદી જુદી સુરક્ષા એજન્સીઓને દોડતી કરાવવામાં આવી હતી .ડ ી. વાય. એસ.પી. ના સંદેશા ના આધારે જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ, ડોગ સ્કોવોર્ડ, એરપોર્ટની સુરક્ષા એજન્સી, એસ.ઓ.જી. સહિત ની જુદી જુદી સુરક્ષા એજન્સી ની ટિમો તાત્કાલિક અસરથી જામનગરના એરપોર્ટ પર પહોંચી હતી, અને સમગ્ર એરપોર્ટ પરિસરને રાઉન્ડઅપ કરી લીધા પછી બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું.
જે તપાસણી દરમિયાન બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ ની ટિમ ને એક પાર્સલ મળી આવ્યું હતું, જેમાં શંકાસ્પદ વસ્તુ પડેલી હોય તેવો સંદેશો વહેતો કરાયો હતો. દરમિયાન જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા ખુદ સ્થળ પર હાજર રહ્યા હતા, અને તેઓ દ્વારા સમગ્ર કવાયત કરવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું, અને આખરે સર્ચ ની કામગીરી સમયસર પૂરી થતાં મોકડ્રીલને પૂર્ણ જાહેર કરાઈ હતી.