આંતરરાષ્ટ્રીય
EVM હેક કરી શકાય છે, એલોન મસ્કે વિવાદ છેડ્યો
થોડા થોડા સમયે EVMને લઇને સવાલો ઉભા થતા રહે છે, ખાસ કરીને ભારતમાં થતી ચૂંટણીઓને લઇને વિપક્ષ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ EVMસામે અનેક વખત સવાલ ઉઠાવ્યાં છે, હવે ટેસ્લા જેવી કંપનીઓ સંભાળી રહેલા દુનિયાના ધનિક વ્યક્તિ એલન મસ્કે EVMને લઇને મોટો ઘટસ્ફોટ કર્યો છે. એલન મસ્કે કહ્યું કે EVM હેક કરી શકાય છે. જેથી EVMનો ચૂંટણીઓમાં ઉપયોગ બંધ થવો જોઇએ. ભારતમાં હાલમાં જ હરિયાણા વિધાનસભાની ચૂંટણી બાદ EVMસામે સવાલ ઉભા થઇ રહ્યાં છે.
ખાસ કરીને ભાજપ EVM માં ગોટાળા કરે છે તેવા વિપક્ષે અનેક વખત આક્ષેપ કર્યાં છે.
હવે એલન મસ્કના નિવેદન બાદ ભાજતમાં વિપક્ષો મોદી સરકાર સામે ફરીથી બાંયો ચઢાવશે, અગાઉ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ પણ EVMથી ચૂંટણી સામે સવાલ ઉઠાવ્યાં હતા. એલન મસ્કે કહ્યું છે કે EVM ની જગ્યાએ ચૂંટણીઓમાં બેલેટ પેપરનો ઉપયોગ થવો જોઇએ. EVM કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે જોડાયેલું છે, તેથી તે હેક થઇ શકે છે.