Site icon Gujarat Mirror

રાણપુરમાંથી ખનીજ ચોરી કરતા રૂા.52.70 લાખના સાધનો કબજે

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે ભાદર નદી પટ્ટમાં એફ.એસ કચેરી રાજકોટ તથા બોટાદ જિલ્લા ખાણ ખનિજ કચેરીની સંયુક્ત આકસ્મિક તપાસ દરમ્યાન સાદીરેતી ખનિજના ખાણકામ તથા વહન અંગે ટ્રેક્ટર ન. જીજે-33-બી-2337 તથા ટ્રોલી ન. જીજે-33-ટી-3820 જેના માલિક મંજીભાઈ મોતીભાઈ પગરિયા રાહે. અણિયારી, તા. રાણપુર ટ્રેક્ટર ન. જીજે-33-એફ-5017 ટ્રોલી ન. જીજે-04-વાય-8793 જેના માલિક દાદુશા દાઉદશા શામદાર રહે.કિનારા, તા, રાણપુર, ટ્રેકટર ન. જીજે-13-સીબી-7993 ટ્રોલી નંબર નથી જેના માલિક જશમતભાઈ નારણભાઈ માધર રહે. ચોરવીરા, તા. સાયલા ટ્રેક્ટર ન. જીજે-33-એફ-2593 ટ્રોલી ન. જીજે-04-યુ-2286 જેના માલિક લક્ષ્મનભાઈ ભરમલાભાઇ ચારણીયા રાહે. કિનારા, તા. રાણપુર, તથા લોડર જોન ડિયર જેના માલિક રોહિતભાઇ બોળિયાં રહે. બોટાદ, તા. બોટાદ તથા રેતી ચારવાના ચારણાં નંગ-6 આમ કુલ 1-લોડર, 4-ટ્રેક્ટર, રેતી ચારવાના ચારણાં નંગ-6 કુલ મળી આશરે 52,70,000(બાવન લાખ સીતેર હજાર)નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે જેની નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Exit mobile version