ડેન્ગ્યુ-મેલેરિયા-ટાઇફોઈડની એન્ટ્રી, તાવથી મહિલાનું મોત

રાજકોટ શહેરમાં વરસાદની સિઝનના કારણે શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીનો વાયરલ રોગચાળાએ અવિરત આગેકુચ કરી છે. છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે શરદી-ઉધરસના 948, સામાન્ય તાવના 972, ઝાડા-ઉલ્ટીના…

રાજકોટ શહેરમાં વરસાદની સિઝનના કારણે શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીનો વાયરલ રોગચાળાએ અવિરત આગેકુચ કરી છે. છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે શરદી-ઉધરસના 948, સામાન્ય તાવના 972, ઝાડા-ઉલ્ટીના 476 અને ટાઇફોઇડ, ડેંગ્યુ અને મેલેરીયાના પણ એક એક કેસ નોંધાયેલ છે. જો કે તાવની બીમારીથી પારેવડી ચોક પાસે લક્ષ્મણ વિલા મકાનમાં ભાડે રહેતી મુળ ઓડીસાની શાંતિકુમારી માલામડીયા સુના નામની 49 વર્ષની મહીલાનું મોત નિપજયું છે. પરંતુ કોર્પોરેશનના ચોપડે તેની કોઇ નોંધ નથી.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.27/07/2026 થી તા.02/08/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ફિલ્ડવર્કર, અર્બન આશા અને ખઙઇંઠ દ્વારા 91645 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 372 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 809 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 173 અને કોર્મશીયલ 319 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા સર્વેલન્સની કામગીરી અંતર્ગત કુલ 2,98,737 જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવેલ છે. આ સર્વેની કામગીરી દરમ્યાન કુલ 11,012 જેટલી ક્લોરીન ટેબ્લેટ તેમજ 1,600 જેટલા ઓ.આરએસ પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને કુલ 2,962 જેટલા આર.સી. ટેસ્ટ કરવામાં આવેલ છે.

જાંબુડિયા ગામની પરિણીતાનું આંચકીની બીમારીથી મોત

વાંકાનેર તાલુકાના જાંબુડીયા (ભાયાથી) ગામે રહેતી રવીના કિશનભાઇ માંઘડ (ઉ.વ.25) નામની પરિણીતાને આજે સવારે આંચકી ઉપડતા તેને બિમારી સબબ સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકી લાગણી છવાઇ જવા પામી છે. મૃતક પરિણીતાના લગ્ન 8 વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.