Site icon Gujarat Mirror

ભુજમાં આર્મી કેમ્પના એન્જિનિયર સાથે લોનના બહાને 15.50 લાખની ઠગાઈ

શહેરમાં આવેલ આર્મી કેમ્પમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા યુવાન સાથે રૂૂપિયા 15.50 લાખની ઠગાઈ થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી ચીટરે આર્મી ગ્રુપ ઇન્સ્યુરન્સ ફંડમાંથી લોન અપાવ્યા બાદ યોનો એપ્લીકેશન મારફતે રૂૂપિયા પડાવી લઇ છેતરપિંડી આચરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અને હાલ ભુજના આર્મી કેમ્પમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા ફરિયાદી ઉમેશકુમાર રામવિશ્વાસ પાલે બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે સાગર ગુલેરિયા નામના આરોપી સામે ગુનો નોધાવ્યો છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ ગત 10 માર્ચના આર્મીના વોટ્સએપ ગ્રુપ 143 માં લવકુશ અહીરવારે કોઈને આર્મી ગ્રૂપ ઇન્સ્યુરન્સ ફૂડ (AGIF) માથી લોન જોઇતી હોય તો જણાવજો તેવો મેસેજ નાખેલ હતો. જેથી ફરિયાદીએ તેની સાથે વાત કરતા પોતે પણ લોન કરાવેલ હોવાનું કહી આરોપીનો મોબાઇલ નંબર ફરિયાદીને આપ્યો હતો. આરોપી સાથે વાત કરતા પોતે પણ આર્મીમા ફરજ બજાવતો હોવાનું અને જવાનોને લોન મંજુર કરાવવા મદદ કરતો હોવાનુ જણાવ્યું હતું.

ફરિયાદીએ રૂૂપિયા 15 લાખની લોન માટે આરોપીને વાત કરતા આરોપીએ 13 લાખ સબસીડી અને 2 લાખ ભરવાનું કહ્યું હતું. જે બાદ ફરિયાદી પાસેથી આધાર કાર્ડ, પાનકાર્ડ, આર્મી કાર્ડ, બેન્ક પાસબુક, છેલ્લા છ મહિનાની પગાર સ્લિપ, પાસપોર્ટ સાઇઝ ફોટો જેવા ડોક્યુમેન્ટ લીધા હતા.

ફરિયાદીને મેઈલ મારફતે રૂૂપિયા 16.15 લાખની લોન થઇ ગયેલી હોવાનું જાણવા મળ્યા બાદ આરોપીએ વિશ્વાસમાં લઇ ફરિયાદીના ખાતામાંથી રૂૂપિયા 15.50 લાખ મેળવી લઇ પરત આપ્યા ન હતા.
ફરિયાદીના ખાતામાં લોનના રૂૂપિયા જમા થયા બાદ આરોપીએ આ રૂૂપિયા આર્મી ગ્રુપ ઇન્સ્યુરન્સ ફંડના ખાતાઓમાં જમા કરાવવા પડશે અને બાદમાં એકસાથે ફરિયાદીના ખાતામાં જમા થાય ત્યારે ઉપાડી શકાશે તેવું કહ્યું હતું. જે બાદ આરોપીએ ઢજ્ઞક્ષજ્ઞ એપ્લિકેશન મારફતે ફરિયાદીના ખાતામાંથી રૂૂપિયા સેરવી લીધા હતા. આ બાબતે ફરિયાદીએ પોતાના મિત્ર લવકુશ અહીરવારને વાત કરતા આ ફ્રોડ હોવાનું અને પોતે પણ ભોગ બનેલ હોવાનુ જણાવ્યું હતું. જે મામલે 27 માર્ચના સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર 1930 પર ફરીયાદ કરવામાં આવી હતી.

Exit mobile version