સૌરાષ્ટ્ર

પ્રભાસ પાટણમાં છવાયું ગંદકીનું સામ્રાજય ! રોગચાળાએ માથું ઉંચકયું

Published

on

પ્રભાસ પાટણ મા નગરપાલિકા ના જવાબદાર લોકો ની બેદરકારી ને કારણે શહેરમાં ઠેકઠેકાણે ગંદકી અને ધોરીયા છલકાવાને કારણે રોડ રસ્તા ઉપર પાણી ની રેલમછેલ સોમનાથ પ્રભાસ પાટણ મા ગંદા પાણી નિકાલ ના ધોરીયા વ્યવસ્થિત સાફ સફાઈ ન થવાને કારણે ધોરીયા ભરાઈ જાય છે અને પાણી નિકાલ બંધ થવાને કારણે રોબ ઉપર પાણી ફરી વળે છે.
જેને કારણે મચ્છરજન્ય રોગનો ઉપદ્ર તેમજ તાવના વાયરા વધી રહેલ છે આમ છતાં મચ્છરો ને ભગાડવા ફોગિંગ મશીન પણ ફેરવાતું નથી
ગંદકી દૂર કરવા નગરપાલિકા પ્રજા પાસેથી સફાઈ વેરો લેવામાં આવે છે તો ઘેર ઘેર ફ્રી ડસ્ટબીન આપવા જોઈએ અને ટીપરવાન નાની નાની શેરીઓમાં પણ મોકલી તેના માણસો દ્વારા ડસ્ટબીન કચરાનું કલેક્શન નિયમિત કાયમ કરાવવું જોઈએ શાસક પક્ષે પણ પ્રજાના કામ કરી શકે અને નગરપાલિકાના પ્રશ્નો ઘેર ધરે જય ઉકેલે તેવા લોકો ને જવાબદારી સોપવી જોઈએ.
કારણ કે ચૂંટાયા પછી કોઈ સભ્ય પ્રજાનું કે વોર્ડનું યોગ્ય ધ્યાન રાખતા નથી અને સફાઈ કે ગંદકી વિશે સંબંધિત કર્મચારીનું ધ્યાન દોરવા છતાં કામ કરતા નથી ઉલટા નું કહે છે કે ફરિયાદ કરો આમ કોઈપણ જાતનો તંત્રનો ભય કે પકડ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version