ક્રાઇમ

કરોડોની છેતરપિંડીમાં સંડોવાયેલા જામનગરના અગિયાર આરોપી ઝડપાયા

Published

on

રૂા.4 કરોડના ગેરકાયદે વ્યવહારના પુરાવા મળ્યા


જામનગરમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના વધતા બનાવોને ડામવા માટે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે મહત્વની કામગીરી કરી છે. પોલીસે ગુન્હાહીત હેતુસર બેંક એકાઉન્ટ ખોલાવી લોકો પાસેથી કરોડો રૂૂપિયા ઉંચા કરનારા 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કામગીરીમાં પોલીસે આરોપીઓ પાસેથી 4 કરોડ રૂૂપિયાથી વધુની અનધિકૃત લેવડદેવડના પુરાવા મેળવ્યા છે.


આરોપીઓ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા હતા અને તેઓ ઓનલાઈન ફ્રોડ, લોન ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ ઉપકરણો કબજે કર્યા છે.


આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.


જામનગર સાયબર ક્રાઈમ પોલીસની આ કામગીરીને બિરદાવી છે અને જિલ્લાના પોલીસ અધિકારીઓને આવા ગુનાઓને રોકવા માટે સતત પ્રયાસો કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version