પ્રજાપતિ સોસાયટીમાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

શહેરમાં 40 ફુટ રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. વૃધ્ધના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ…

શહેરમાં 40 ફુટ રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. વૃધ્ધના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, 40 ફુટ રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં નરોતમભાઈ હિરજીભાઈ બોરીચા (ઉ.68) પોતાના ઘરે હતાં ત્યારે શ્ર્વાસની બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં રેલનગરમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં રહેતાં શાહનવાઝ હનીફભાઈ બાહરૂની નામનો 26 વર્ષનો યુવાન મધરાત્રે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.