કચ્છ
અંજારમાં બાજરાના રોટલા ખાધા બાદ આઠ લોકોની તબિયત લથડી
અંજારના ગંગા નાકા વિસ્તારમાં બાજરાના રોટલા ખાધા બાદ નાના-મોટા આઠ લોકોની તબિયત લથડતાં સારવાર અર્થે લઇ જવાયા હતા. અંજારના ગંગાનાકા વિસ્તારમાં શાળા નંબર 10 પાસે રહેનાર પરિવારજનોને ગઇકાલે સાંજે અસર થઇ હતી. પરિવારના આઠ લોકોએ બાજરાનો રોટલો ખાધો હતો, બાદમાં તેમને શરીરમાં દુ:ખાવો થતાં તમામને પ્રથમ અંજારની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બાદમાં વધુ સારવારની જરૂૂરિયાત જણાતાં તમામને ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તેમને સારવાર હેઠળ રખાયા હતા. પરિવારના આઠ લોકોને એકીસાથે અસર થતાં ચકચાર પ્રસરી હતી.