ગુજરાત

ભાણવડ નજીક બોલેરો પીકઅપ વાનની ઠોકરે કારચાલકનું મોત

Published

on


ભાણવડથી આશરે 13 કિલોમીટર દૂર જામનગર હાઈવે પર વેરાડ ગામથી ધારાગઢ ગામના પાટીયા તરફ જતા માર્ગે સોમવારે મોડી રાત્રીના સમયે ભરતભાઈ અરજણભાઈ આગઠ નામના યુવાન તેમના ભાઈ રણજીતભાઈ અરજણભાઈ આગઠ સાથે અમદાવાદથી તેમના ઘરે જી.જે. 10 એ.પી. 9608 નંબરની સ્વીફ્ટ મોટરકાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 યુ. 8790 નંબરના બોલેરો પીકઅપ વાહનના ચાલકે ભરતભાઈની સ્વીફ્ટ મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.


આ જીવલેણ ટક્કરમાં કાર સવાર ભરતભાઈ આગઠને પેટના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રણજીતભાઈને પણ નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હોવાનો પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કુતિયાણા તાલુકાના કોટડા ગામના રહીશ રમેશભાઈ હરદાસભાઈ આગઠ (ઉ.વ. 24)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે મહિન્દ્રા પીકઅપ બોલેરો વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version