જામનગરના હાપા રંગમતી આવાસ વિસ્તારમાં એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો અને ઇંગ્લિશ દારૂૂ અને કાર સહિત 3.86 લાખની માલમતા કબજે કરી લીધી છે, જયારે દારૂૂ ના સપ્લાયર ને ફરારી જાહેર કરાયો છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગઈકાલે મોડી રાત્રે હાપા રંગમતી આવાસ ના ગેઇટ પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂની બાટલી નો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે દરોડો પાડી ચેકિંગ હાથ ધરતાં ત્યાંથી એક સ્વીફ્ટ કાર પસાર થઈ હતી.
જેને અટકાવીને તલાસી લેતાં કારમાંથી 72 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂૂ સહિત કુલ રૂૂપિયા 3,86,900 નો મુદ્દા માલ કબજે કર્યો છે, અને દારૂૂની હેરાફેરી કરી રહેલા અને રંગમતી આવાસ વિસ્તારમાં જ રહેતા વિવેક જયરાજભાઇ ચૌહાણ નામના શખ્સની અટકાયત કરી લીધી છે, અને તેની પૂછપરછ હાથ ધરી છે. જેને દારૂૂ સપ્લાય કરનાર જામનગરના માનવ રાઠોડનું નામ ખુલ્યું છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

