જામનગર શહેરમાં માત્ર વીસ રૂૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ દતાણી, જે છેલ્લા કેટલાય વર્ષોથી ફુટપાથ પર રેકડી ચલાવી જીવન નિર્વાહ કરતા હતા, તેઓ ઉપર વહેલી સવારના સમયે હુમલો કરવામાં આવ્યો હતો.
માહિતી મુજબ, રમેશભાઈ નવીવાસ વિસ્તારના શાલીમાર પાન પાસે એક મકાનના ઓટલા પર સુતા હતા, ત્યારે આરોપી ઈતિયાઝ ઉર્ફે ભોયો યુનુસભાઈ ગામેતી ત્યાં આવી બળજબરીથી માત્ર રૂૂ. 20 ની માંગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને છરી વડે પેટના ભાગે ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટુકડી તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસે ઇજાગ્રસ્ત ના ભત્રીજા પોરબંદરમાં રહેતા સંદીપ મનસુખભાઈ દતાણી ની ફરિયાદના આધારે આરોપી ઈમ્તિયાઝ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે, અને આરોપીની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે. દરબાર ગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વી.આર. ગામેતી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે. ઇજાગ્રસ્તની હાલ અત્યન્ત નાજુક છે, અને તેઓ બેશુદ્ધ અવસ્થામાં સારવાર મેળવી રહ્યા છે.
જાલી નોટના ગુનાનો આરોપી ઝડપાયો
જામનગર જિલ્લા ના મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નકલી ચલણી નોટના ગુન્હામાં ફરાર થઈ ગયેલ એક આરોપી ને જામનગર પોલીસે રાજસ્થાન થી ઝડપી લીધો છે. જામનગરના મેઘપર પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષે નકલી ચલણી નોટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ગુન્હામાં ઝડપાયેલા બે આરોપીની પૂછપરછમાં નકલી નોટ રાજસ્થાનના શીકર જિલ્લાના બુલેશ ઉર્ફે બબલેશ ગુજ્જર નામના શખ્સે આપી હોવાની કબૂલાત મળી હતી. ત્યારપછી આ આરોપી સતત નાસતો ફરતો હતો. ઉપરોક્ત આરોપી રાજસ્થાનમા હોવાની વિગતો મળતા સોશિયલ મીડિયાના માધ્યમથી આ આરોપીના સગડ દબાવાઈ રહ્યા હતા. તે પછી ચોક્કસ લોકેશન પ્રાપ્ત થતા મેઘપર પોલીસની ટીમે રાજસ્થાન ના સીકર જિલ્લાના પીપરાલી સર્કલ પાસે વસવાટ કરતા બુલેશ ઉર્ફે બબલેશ મહાવીરપ્રસાદ ગુજ્જરની અટકાયત કરી છે.
