રૂપિયો વધુ 30 પૈસા નબળો પડતા ડોલરનો ભાવ 95.35 પર
હોર્મુઝ સ્ટ્રેટનું કોકડું હજુ ગૂંચવાયેલું છે અને શિપ ઉપરના નવા હુમલા ઉપરાંત ઈરાન દ્વારા UAEને ફરી નિશાન બનાવતા અને બેહરીન માં ઇમરજન્સીની જાહેરાત બાદ વિશ્વ ભરમાં ફરી ક્રૂડના ભાવમાં ભડકો થયો છે. મિડલ ઈસ્ટ માં ફરી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ભારતનો રૂૂપિયો નબળો પડ્યો છે પણ સાથોસાથ શેર બજાર અને સોના ચાંદીમાં પણ ભાવમાં ગાબડા પડ્યા છે.
ગઈકાલે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 115 ડોલર ને પાર થતા તેની અસર ભારતીય બજાર પર પડી હતી. આજે સવાર માર્કેટ ખૂલતાની સાથે રૂૂપિયો 30 પેસ નબળો ખુલતા રૂૂપિયા સામે ડોલરનો ભાવ 95 35 સુધી પહોંચ્યા હતો. રૂૂપિયો વધુ નબળો પડતા શેર બજારને પણ અસર પહોંચી છે.
ગઈકાલે ડાઉ જોન્સમાં લગભગ 400 પોઈન્ટ નીચે તૂટી જતા ફરી 49000 ની સપાટીની અંદર આવી ગયો છે. આજે ભારતીય શેર માર્કેટમાં પણ સવારના સત્રમાં 400 અંકનો કડાકો બોલી ગયો હતો. જેને કારણે સેન્સેક્સ 77000 ની અને નિફ્ટી 24000 ની સપાટી થી નીચે આવી ગયું છે.
બીજી બાજુ ઝવેરી બજારમા સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ વધતા અટકી ફરી તૂટયા હતા. છેલા બે દિવસમાં ચાંદીમાં 10000 નો કડાકો બોલી ગયો છે. જ્યારે સોનુ પણ 2300 રૂૂપિયા તૂટ્યું છે. જ્યારે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉછળી બેરલના 115 ડોલર ઉપર ગયાના સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધતાં વૈશ્વિક સોનાના ભાવ ઘટી ઔંસના 4530 ડોલરની અંદર જતા રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ 72 ડોલર સુધી પહોંચી ગયા છે.
દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘર આંગણે આજે વાયદા બજારમાં સોનાનો ભાવ 149900 અને ચાંદીનો ભાવ 246100 જોવા મળ્યો છે જ્યારે રાજકોટ ઝવેરી બજારમાં સોનાના ભાવ 151900 અને ચાંદીનો ભાવ151990 પર જોવા મળી રહ્યો છે. દરમિયાન, ઈરાન તથા અમેરિકા વચ્ચે ઘર્ષણ વધવાની ભીતિ ફરી સર્જાતાં વિશ્વ બજારમાં ઓઈલ બજારમાં હજુ ભડકો થવાની સંભાવના છે. કુવેતથી નિકાસ લગભગ બંધ થઈ ગયાના વાવડ પણ મળ્યા હતા.

