આયુષ્માન યોજના સાર્વત્રિક લાગુ થશે, સાતમા પગાર પંચ UCCનો તુરંત અમલ
દાયકાઓ સુધી જે બંગાળે વિકાસની મુખ્યધારાથી પોતાને વંચિત અનુભવ્યું, ત્યાં હવે પરિવર્તનનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. વર્ષોથી દિલ્હી અને કોલકાતા વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં પીસાઈ રહેલી બંગાળની જનતા માટે આ જીત માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ તે અધિકારોની વાપસી છે જેનાથી તેઓ અત્યાર સુધી વંચિત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે, આ જનાદેશ પ્રતિશોધ માટે નથી, પરંતુ તે વંચિતતાને ખતમ કરવા માટે છે, જેણે બંગાળના વિકાસની રફ્તારને રોકી રાખી હતી. ભલે તે વધુ સારી સારવારની સુવિધા હોય કે પછી પોતાની ઓળખનું સન્માન, ભાજપે તે તમામ પાયાની જરૂૂરિયાતોને પૂરી કરવાના સોગંદ ખાધા છે જે અત્યાર સુધી બંગાળની જનતા માટે માત્ર એક સપનું હતી. ચાલો હવે જોઈએ એ 5 મુખ્ય વાયદાઓ, જે સરકાર બન્યા પછી PM મોદીએ તરત જ લાગુ કરવા માટે કર્યા હતા.
ભાજપે તેના સંકલ્પ પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ નાગરિકતા સુધારા કાયદો (CAA)ને સંપૂર્ણ રીતે લાગુ કરવાની પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવશે. વર્ષોથી વસવાટ કરતા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવી એ પ્રાથમિકતા છે. આ પગલું વિશેષ કરીને મતુઆ સમુદાય અને સરહદી વિસ્તારોના વિસ્થાપિતો માટે જીવન બદલનાર સાબિત થશે.
બંગાળમાં અત્યાર સુધી કેન્દ્રની આયુષ્માન ભારત યોજના સંપૂર્ણપણે પ્રભાવિત નહોતી. ભાજપનું વચન છે કે સરકારની રચનાના પ્રથમ દિવસથી જ રાજ્યના દરેક પાત્ર પરિવારને 5 લાખ રૂૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળવા લાગશે. બંગાળના સરકારી કર્મચારીઓ લાંબા સમયથી કેન્દ્રીય દર પર મોંઘવારી ભથ્થા (DA) અને પગારની વિસંગતતાઓની ફરિયાદ કરી રહ્યા હતા. ભાજપે વચન આપ્યું છે કે, સરકાર બન્યાના 45 દિવસની અંદર રાજ્યમાં 7મું પગાર પંચ લાગુ કરી દેવામાં આવશે.
સીમા પારથી થતી ઘૂસણખોરી બંગાળમાં એક મોટો મુદ્દો રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ઝીરો ઇનફિલ્ટ્રેશન નીતિને તાત્કાલિક લાગુ કરવા પર ભાર મૂક્યો છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સરહદો પર કડક દેખરેખ માટે સ્માર્ટ ફેન્સિંગ, ઈઈઝટ કેમેરાનું જાળ બિછાવવું અને સુરક્ષા દળોની તહેનાતીને વધુ અસરકારક બનાવવી સામેલ છે. રાજકીય હિંસાની તપાસ અને SITની રચના બંગાળની રાજનીતિ દાયકાઓથી હિંસાના પડછાયામાં રહી છે. ભાજપે સરકાર બનતાની સાથે જ પાછલા વર્ષોમાં થયેલી રાજકીય હિંસાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) રચવાનું વચન આપ્યું છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય દોષિતોને સજા અપાવવાનો અને હિંસાના પીડિતોને ઝડપી વળતર આપી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે.
આ પાંચેય વાયદાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે ભાજપનું ધ્યાન સુશાસન, સુરક્ષા અને સામાજિક ન્યાય પર છે. ઈઅઅ અને સરહદ સુરક્ષા દ્વારા જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા અને ઓળખના મુદ્દાઓને સ્પર્શવામાં આવ્યા છે, ત્યાં જ આયુષ્માન ભારત અને 7મું પગાર પંચ સીધી રીતે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના ખિસ્સા સાથે જોડાયેલા વિષયો છે. રાજકીય હિંસાની તપાસનું વચન રાજ્યમાં ’ભયમુક્ત’ રાજનીતિની શરૂૂઆત કરવાનો એક પ્રયાસ છે.
ભાજપને માત્ર 5 ટકા મત વધુ મળતા તખતો પલટાઈ ગયો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 206 બેઠકો જીતીને, ભાજપે બે તૃતીયાંશથી વધુ બહુમતી મેળવી છે. ઇતિહાસ રચતા, ભાજપે તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત લાવ્યો છે. ચૂંટણી પંચના મતે, 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 45.85% મત મળ્યા. મુખ્યમંત્રી મમતા બેનર્જીના પક્ષ, તૃણમૂલ કોંગ્રેસે 40.80% મત મેળવ્યા. આમ, ભાજપને ટીએમસીની સરખામણીમાં માત્ર 5 ટકા વધુ મત મળ્યા. જોકે, બેઠકોની દ્રષ્ટિએ, બંને પક્ષો વચ્ચેનો તફાવત અઢી ગણો વધી ગયો છે. ચૂંટણી અંકગણિતનો આ રસપ્રદ ભાગ પણ પ્રકાશમાં આવ્યો છે.
