દોસ્ત દોસ્ત ના રહા: ઉછીના આપેલા રૂપિયાનું વ્યાજ વસૂલવા યુવાન ઉપર બે શખ્સોનો હુમલો

  શહેરમાં આલાપ ગ્રીન સીટી પાસે આવેલા જે.કે. ચોકમાં રહેતો યુવાન પોતાનું સ્કૂટર લઈને રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ન્યારા પેટ્રોલ…

 

શહેરમાં આલાપ ગ્રીન સીટી પાસે આવેલા જે.કે. ચોકમાં રહેતો યુવાન પોતાનું સ્કૂટર લઈને રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ન્યારા પેટ્રોલ પંપ પાસે બે મિત્રોએ ઉછીના આપેલા રૂૂપિયાનું વ્યાજ વસૂલવા માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં આલાપ ગ્રીન સીટી પાસે આવેલા જે.કે. પાર્કમાં રહેતો અરમાન જયદીપભાઇ અકવાલીયા નામનો 18 વર્ષનો યુવાન પોતાનું સ્કૂટર લઈને રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ન્યારા પેટ્રોલ પંપ પાસે પહોંચતા રઘુ બાંભવા અને અજય બાંભવા નામના શખ્સોએ આંતરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં અરમાન અકવાલીયાએ હુમલાખોર મિત્રો પાસેથી 15 દિવસ પહેલા રૂૂ.5000 હાથ ઉછીના લીધા હતા. બાદમાં હુમલાખોર શખ્સોએ તારે મને વ્યાજ આપવું પડશે તેમ કહી દરરોજના રૂૂ.1500 નો હપ્તો વસુલતો હતો. અરમાન અકવાલીયાએ રૂૂ.5000 ના રૂૂ.13000 ચૂકવી દીધા બાદ બે હપ્તા ચૂકવી દીધા હતા. અને દરરોજ ચૂકવવાના બે હપ્તા ચુકી જતા બંને ભાઈઓએ અરમાન અકવાલીયા નોકરી ઉપરથી ઘરે જતો હતો ત્યારે આંતરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.