Site icon Gujarat Mirror

પત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિનો આપઘાત

 

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર રસુલપરામા પત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિએ આપઘાત કરી લીધો હતો. સાઢુભાઇની દિકરીના લગ્નમા દારૂ પી ઘરે આવ્યા બાદ સવારે ઉઠયો ન હતો. ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધાનુ ખુલવા પામ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ રસુલપરા નજીક બજરંગ સોસાયટીમા રહેતો દેવરાજ ચંદુભાઇ રાઠોડ (ઉ.વ. 3ર) નામનો યુવાન પત્ની સાથે ગઇકાલે નાનામવામા સાઢુભાઇની દિકરીના લગ્નમા ગયો હતો.

જયા દારૂ પીધા બાદ પત્ની પારૂલ પાસે ફાકીના પૈસા માગતા પત્નીએ ‘મારી પાસે ભાડાના રૂા. 400 છે ’ તેમ કહી પૈસા આપવાની ના પાડતા તે પાકિટમાથી પૈસા કાઢી ત્યાથી નીકળી ગયો હતો બાદમા રાત્રે ઘરે આવી સુઇ ગયો હતો. આજે સાઢુભાઇની દિકરીની જાન આવવાની હોવાથી ત્યા જવા માટે પત્નીએ ઉઠાડતા તે ઉઠતો ન હોવાથી તેને બેભાન હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ અને ઝેરી દવા પી આપઘાત કરી લીધાનુ જાહેર કર્યુ હતુ.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમા મૃતક ચાર બહેનોનો એકનો એક મોટો ભાઇ હતો. અને કારખાનામા મજુરી કામ કરતો હતો. તેને સંતાનમા એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. ચાર બહેનોના એકના એક ભાઇના આપઘાતથી પરિવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.

 

—-

 

Exit mobile version