Site icon Gujarat Mirror

અમરેલીમાં આરટીઓ ચલાનની લીંક મોકલી તબીબ સાથે 3.99 લાખની ઠગાઇ

અમરેલીમાં આરટીઓ ચલાનની લીંક ખોલતા જ તબીબનો ફોન હેક થયો હતો અને રૂૂપિયા 3,99,814ની છેતરપીંડી થઈ હતી. આ અંગે અજાણ્યા શખ્સ સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

અમરેલીમાં માણેકપરા શેરી નંબર 2માં સાઈનાથ કોમ્પ્લેક્ષમાં રહેતા ચેતનભાઈ રમણીકભાઈ વ્યાસ (ઉ.વ.51)એ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને કોઈ અજાણ્યા શખ્સે આરટીઓ ચલાનની લીંક મોકલી હતી. તે ખુલતાની સાથે જ તેમનો મોબાઈલ હેક થયો હતો.

તેમના બેંક એકાઉન્ટમાંથી રૂૂપિયા 1,99,907 અને નેત્રદિપ આંખની હોસ્પિટલના કરંટ એકાઉન્ટમાંથી રૂૂપિયા 1,99,907 મળી કુલ રૂૂપિયા 3,99,814ની ઓનલાઈન છેતરપીંડી કરી હતી. અમરેલીના તબીબ સાથે થયેલા ઓનલાઈન ફ્રોડની અજાણ્યા શખ્સ સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા સીટી પીઆઈ ડી.કે.વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version