ગુજરાત
પીજીવીસીએલના 500 કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી જતાં મેન્ટેનન્સ સહિતની કામગીરી ઠપ
સૌરાષ્ટ્ર-કચ્છના વિજ વિભાગના કોન્ટ્રાકટરોને પુરતા ભાવ નહી મળતા ગઇકાલે બપોર બાદ પીજીવીસીએલના એમડીને રજુઆત કરી મધ્ય વીજ કંપની દ્વારા અપાતા ભાવ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના કોન્ટ્રાકટરોને આપવા માંગ કરાઇ હતી જે પ્રશ્નનો ઉકેલ નહીં આવતા 500 થી વધારે કોન્ટ્રાકટરો હડતાલ ઉપર ઉતરી જતા લાઇનકામ મેન્ટેન્સ સહીતની કામગીરી અટકી પડી છે.
કોન્ટ્રાક્ટરોની રજૂઆતને પગલે દિવાળી પહેલાં જ અમે પીજીવીસીએલના નિયમો છે તેના આધારે 11% જેટલો ભાવવધારો અપાયો હતો.હજુ વધારો આપવા માટે પણ પીજીવીસીએલ હકારાત્મક અભિગમ દાખવે છે, પરંતુ વધુ ભાવવધારો આપવાની સત્તા બોર્ડને છે.
પ્રીતિ શર્મા, એમ.ડી, પીજીવીસીએલ તમામ નિયમો તથા પોલિસી એકસમાન હોવી જોઈએ. હાલમાં બે ડિસ્કોમ એમ.જી. વી.સી.એલ. અને પી.જી. વી.સી.એલ.માં આપવામાં આવતા ભાવો પૈકી એમ.જી. વી.સી.એલ. કરતાં પી.જી. વી.સી.એલ.ને 40 ટકા ઓછા ભાવ આપવામાં આવે છે. ગોપાલભાઈ માતા, પ્રમુખ, કચ્છ-સૌરાષ્ટ્ર કોન્ટ્રાક્ટર એસોસિએશનએ જણાવ્યું છે.