ગુજરાત
‘તારે કોમલને મોકલવી છે કે નહીં,’ કહી ધરાર પ્રેમીનો પરિણીતાના જેઠ ઉપર છરી વડે હુમલો
ખોડિયારપરાનો યુવાન શાકભાજીની રેંકડી લઇ કોઠારિયા રોડ પર જતો હતો ત્યારે નારાયણનગરનો શખ્સ તૂટી પડ્યો
શહેરના 80 ફૂટ રોડ પર આવેલા ખોડીયાર પરમાં રહેતો યુવાન શાકભાજીની રેકડી લઇ કોઠારીયા રોડ પર જતો હતો. ત્યારે નારાયણનગરના શખ્સે ઝગડો કરી છરી વડે હુમલો કર્યો હતો. ‘તારે કોમલને મોકલવી છે કે નહીં’ તેમ કહીં ધરાર પ્રેમીએ પરિણીતાના જેઠ ઉપર હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતિ વિગત મુજબ ખોડીયાર પરામાં આવેલા કાનાભાઇ મફ્તીયાપરામાં રહેતો અને શાકાભાજીનો ધંધો કરતો હકા શિવાભાઇ સોલંકી (ઉ.વ.30)નામનો યુવાન આજે સવારે શાકભાજીની રેકડી લઇ સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા રોડ પર જતો હતો. ત્યારે નારાયણનગરમાં રહેતો નીરજ ભલા વડોદરીયા નામના શખ્સે ‘તારે કોમલને મોકલવી છે કે નહીં’ તેમ કહીં છરી વડે હુમલો કરતા તેને હાથના ભાગે તથા પીઠમાં છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં તેના નાનાભાઇ કલ્પેશની પત્ની અગાઉ નારાયણનગરમાં રહેતી હતી. ત્યારે આરોપી તેની સાથે પરાણે પ્રેમસબંધ રાખવા દબાણ કરતો હોય. ધરાર પ્રેમીના ત્રાશથી કલ્પેશ અને તેની પત્ની કોમલ બહારગામ જતા રહ્યા છે. જેથી આરોપીએ પરણીતાના જેઠ ઉપર હુમલો કર્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.