ગુજરાત
દિવાળી સપ્તાહ એસટીને ફળ્યું: 14.55 કરોડની આવક
રાજકોટ ડિવિઝનને 36 લાખની આવક: એડવાન્સ બુકિંગથી રેકોર્ડબ્રેક આવક: તા.29થી4 સુધીમાં 6.44 લાખ મુસાફરોએ યાત્રા કરી
દિવાળીના તહેવારમાં મુસાયરોએ એસટીની સેવાનો સૌથી વધારે લાભ લીભો હતો. તહેવારના દિવસોમાં એક જ અઠવાડીયામાં એસટી નિગમને રૂા.14.55 કરોડની આવક થઇ હતી. જેમા સૌથી વધારે દિવાળી અને ભાઇબીજના દિવસે થઇ હતી. સપ્તાહમાં 6.44 લાખ ટિકિટનું વેંચાણ કરવામા આવ્યુ હતુ.
આ અંગે રાજકોટ ડિવિઝનના નિયામક કલોતરાએ કહ્યુ હતુ કે, િેદવાળી તહેવારને લઇને મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝન દ્વારા 100 બસોનું એકસ્ટ્રા સંચાલન કરી 454 જેટલી ટ્રીપ દોડાવવામાં આવી હતી.
જેમાં રાજકોટ ડિવિઝનને રૂા.36 લાખની આવક થઇ હતી. જયારે 21,000 થી વધુ મુસાફરોએ એસટીની સેવાનો લાભ લીધો હતો. આ સંચાલન ડિવિઝન દ્વારા તા.27થી 31 ઓકટોબર અને તા.4 નવેમ્બર સુધી કરવામા આવ્યુ હતુ.
વધુમાં જણાવ્યુ હતુ કે, રાજકોટ વિભાગ દ્વારા સૌથી વધારે અમદાવાદ, પંચમહાલ, દાહોદ, જામનગર, જૂનાગઢ રૂટ પર દોડાવવામાં આવી હતી. અને તે રૂટ ઉપર જ સૌથી વધારે મુસાફરો જોવા મળ્યા હતા. ઉપરાંત રાજકોટ ડેપોની વોલ્વો બસ આવકમાં બીજા સ્થાને રહી હતી. જેમાં રવિવારે ભાઇબીજના દિવસે રાજકોટ પ્રિમિયમ વોલ્વો ડેપો 60.03 ઇનકમ પર કિલોમીટર સાથે બીજા કમે રહ્યો હતો. વોલ્વોમાં ભાઇબીજના એક જ દિવસે 2569 મુસાફરોએ લાભ લેતા 8.83 લાખની આવક થઇ હતી.
એસટી નિગમમાં સાત દિવસમાં ઈ-બુકિંગ અને મોબાઇલ બુકિંગથી 6.44 લાખ ટિકિટનું વેચાણ થયું હતું. જેમાં ચોથી નવેમ્બરના સૌથી વધુ 1.27 લાખ ટિકિટના વેચાણ સાથે રૂૂપિયા 2.84 કરોડ રૂૂપિયાની આવક થઈ હતી. જે એક જ દિવસમાં થયેલી રેકોર્ડ આવક છે. આ ઉપરાંત ત્રીજી નવેમ્બરના ભાઈ બીજ હતી, ત્યારે નિગમે રૂૂપિયા 2.49 કરોડની આવક થઈ હતી.
દિવાળીના તહેવારો દરમિયાન તબક્કાવાર એસટીની આવકમાં વધારો થવા લાગ્યો હતો. જેમાં 29મી ઓક્ટોબરના 77,148, 30મી ઓક્ટોબરે 74, 989, 31મી ઓક્ટોબરે 73,497 ટિકિટ વેચાણનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, નિગમ દ્વારા મુસાફરોને 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ સુવિધા આપવામાં આવી રહી છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો સાત દિવસમાં 44,262 ટિકિટના વેચાણથી રૂૂપિયા 96.43 લાખની આવક થઈ છે.