રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભર અને તાલુકા લેવલ કક્ષાએ કોર્ટોમાં દિવાળી વેકેશનની રજાઓ જાહેર કરવામાં આવી છે જેમાં તા.7 અને શનિવારના રોજ રાબેતા મુજબ કોર્ટ કાર્યવાહી ચાલુ રહેશે અને રવિવાર તારીખ 8 થી આગામી 15 તારીખ સુધી કોર્ટોમાં દિવાળી વેકેશન નિમિત્તે રજા રાખવામાં આવશે રજા દરમિયાન અર્જન્ટ કેસો માટે ન્યાયાધીશોને ચાર્જની સોંપણી કરાઈ છે. જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેર તાલુકા અને જિલ્લા કક્ષાની અદાલતોમાં ઈમરજન્સી કેસો માટે ન્યાયાધીશોને ચાર્જની સોંપણી કરવામાં આવી છે અદાલતમાં દિવાળી વેકેશન દરમિયાન રાજકોટ શહેર અને તાલુકાની કોર્ટોમાં ઇમરજન્સી કેસો માટે દરેક જગ્યાએ ન્યાયાધીશ અને ચાજેની સોંપણી કરવામાં આવી છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાજકોટ બાર એસોસિએશન અને જે તે વકીલ મંડળોને આ અંગેની જાણ કરવામાં આવી છે ખાસ કરીને કોઈ અર્જન્ટ મેટરની કાર્યવાહી કરવા ની જરૂૂર પડે તો આ માટેની વ્યવસ્થા અદાલત દ્વારા દરેક જગ્યાએ કરવામાં આવી છે ખાસ કરીને ફોજદારી કેસોમા જામીન અરજી તેમજ સિવિલ કેસોમાં અર્જન્ટ મનાઇ હુકમ જેવા કેસોમાં ઇમરજન્સી જણાય તો દિવાળી વેકેશન દરમિયાન ન્યાયાધીશો પાસે વકીલો ઈમરજન્સીમાં આ પ્રકારના કેસો ચલાવી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છેે.
રાજકોટ શહેર અને જિલ્લાની અદાલતોમાં દિવાળી વેકેશન જાહેર
રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભર અને તાલુકા લેવલ કક્ષાએ કોર્ટોમાં દિવાળી વેકેશનની રજાઓ જાહેર કરવામાં આવી છે જેમાં તા.7 અને શનિવારના રોજ રાબેતા મુજબ કોર્ટ…
