દિવાળી વેકેશનમાં શાળાઓ શરૂ થશે તો હલ્લાબોલ: કોંગ્રેસની ચીમકી

ખાનગી શાળાઓ તા.15થી શરૂ કરવાની ફરિયાદો મળતા રોહિત રાજપૂત મેદાનમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ રાજ્યની શાળાઓ માટે દિવાળી વેકેશનની…

ખાનગી શાળાઓ તા.15થી શરૂ કરવાની ફરિયાદો મળતા રોહિત રાજપૂત મેદાનમાં

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ રાજ્યની શાળાઓ માટે દિવાળી વેકેશનની તારીખો 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી જાહેર કરવામાં આવી છે. એટલે કે કુલ 21 દિવસનું વેકેશન પૂર્ણ થયા બાદ 26 નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય ફરી શરૂૂ થવાનું છે. તેમ છતાં રાજકોટની અનેક ખાનગી શાળાઓ દ્વારા 15 નવેમ્બરથી જ શૈક્ષણિક કાર્ય શરૂૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જો સરકારના શિક્ષણ વિભાગના વેકેશનના પરિપત્રનો અમલ જ ખાનગી શાળાઓ પાસે કરાવી શકાતો ન હોય તો આવા પરિપત્રોનો અર્થ શું? દર વર્ષની જેમ આ વખતે પણ રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીની ભૂમિકા માત્ર મૂકપ્રેક્ષક પૂરતી જ સીમિત રહી હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે અમારી પાસે વિદ્યાર્થીઓ દ્વારા સતત ફરિયાદો આવી રહી છે કે તેમને સરકાર દ્વારા જાહેર કરાયેલું સંપૂર્ણ વેકેશન આપવામાં આવે.

વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખીને કોંગ્રેસ દ્વારા તમામ ખાનગી શાળાઓને વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. જો કોઈ શાળા સરકારના પરિપત્રની અવગણના કરીને વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂૂ કરશે તો તેની સામે વિદ્યાર્થીહિતમાં ઉગ્ર વિરોધ અને હલ્લાબોલ કરવામાં આવશે.

રાજપૂતે જણાવ્યુ હતું કે સવાલ એ છે કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા વેકેશનની તારીખો નક્કી કરવામાં આવી છે ત્યારે ખાનગી શાળાઓને પોતાની મરજી મુજબ શૈક્ષણિક કાર્ય શરૂૂ કરવાની છૂટ કોણે આપી? શું ખાનગી શાળાઓ માટે સરકારના નિયમો લાગુ પડતા નથી? જો દરેક શાળા પોતાની અનુકૂળતા મુજબ વેકેશન નક્કી કરવા લાગે તો રાજ્ય સરકારના શૈક્ષણિક કેલેન્ડર અને શિક્ષણ વિભાગના આદેશનું ઔચિત્ય જ શું રહે? જિલ્લા શિક્ષણાધિકારીએ માત્ર ફરિયાદોની રાહ જોવાને બદલે અગાઉથી તમામ શાળાઓને સ્પષ્ટ સૂચના આપવી જોઈએ. રાજપુતે જણાવ્યુ હતુ કે આજના સમયમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને અભ્યાસના દબાણને કારણે આત્મહત્યાના કિસ્સાઓ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી પણ શિક્ષણ જેટલી જ મહત્વપૂર્ણ છે.

બાળકોને માત્ર પરીક્ષાના પરિણામો, ગુણ અને સ્પર્ધાની દોડમાં ધકેલવાને બદલે તેમને પૂરતો આરામ, પરિવારનો સાથ અને પોતાની રુચિ મુજબની પ્રવૃત્તિઓ માટે સમય મળવો જોઈએ. શિક્ષણનો હેતુ માત્ર સારા ગુણ મેળવવાનો નહીં, પરંતુ સ્વસ્થ અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરવાનો પણ છે.કોંગ્રેસની સ્પષ્ટ માગ છે કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તાત્કાલિક તમામ ખાનગી શાળાઓને સૂચના આપે કે 25 નવેમ્બર સુધી કોઈપણ પ્રકારનું નિયમિત શૈક્ષણિક કાર્ય શરૂૂ કરવામાં ન આવે. સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે તપાસ કરીને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે. વાલીઓ અને વિદ્યાર્થીઓની ફરિયાદો માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે.