દિવાળી કાર્નિવલ: રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર

રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરીના સંયુક્ત ઉપક્રમે શહેરમાં કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી દિવાળી કાર્નિવલ દરમ્યાન રેસકોર્ષ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં…

રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરીના સંયુક્ત ઉપક્રમે શહેરમાં કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી દિવાળી કાર્નિવલ દરમ્યાન રેસકોર્ષ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 268થી વધુ કલાકારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો અને કલા રસિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ રંગોનું આકર્ષક સંયોજન, બારીક નકશીકામ, નવીન ડિઝાઇન અને વિષયની સુંદર રજૂઆતથી સમગ્ર વાતાવરણ કલામય બની ગયું હતું. દરેક રંગોળીમાં કલાકારોની મહેનત, ધીરજ, એકાગ્રતા અને સર્જનાત્મકતાની ઝલક જોવા મળી હતી. કલાકારોએ રંગોળીના માધ્યમથી પોતાની લાગણીઓ અને વિચારોને જીવંત કર્યા હતા.

સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળીઓનું મૂલ્યાંકન નિર્ણાયકો દ્વારા વિષયની પસંદગી, કલાત્મક અભિવ્યક્તિ, રંગોનું સંયોજન, નવીનતા, સ્વચ્છતા, બારીકાઈ અને સમગ્ર રજૂઆત જેવા વિવિધ માપદંડોને આધારે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સુંદર કૃતિઓ રજૂ થતાં શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરવી નિર્ણાયકો માટે પણ પડકારજનક બની હતી.

આ આયોજનને સફળ બનાવવા ચિત્રનગરીના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચા, મૌલિકભાઈ ગોટેચા, સુરેશભાઈ રાવલ, મુકેશભાઈ વ્યાસ, રશેશભાઈ વ્યાસ, હરદેવસિંહ વાઘેલા, વિવેક પોરિયા, દિગીશ વડોદરિયા, શિવમ અગ્રવાલ, ભૂષણ સંપટ, જયબેન રાવલ, હેમાલીબેન વ્યાસ, સીમાબેન અગ્રવાલ, વિશાલભાઈ જોશી, રશ્મિ વાઘેલા, દ્રષ્ટિ કટારીયા, ભક્તિ ખરસાણી, રિતિક મેહતા અને અરંગ સોલંકી સહિત સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

રંગોળી સ્પર્ધાના નિર્ણાયક તરીકે આસિતભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ દવે, એમ. યુ. ચૌહાણ, વલ્લભભાઈ પરમાર, નલીનભાઈ સૂચક, ચૈતન્યભાઈ વ્યાસ, મુકેશભાઈ ડોડિયા અને મુકેશભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી.

પ્રથમ ત્રણ વિજેતા ટીમને 5,000
1. ધૃતિ હરસોડા અને ટીમ
2. માહી અકબરી અને ટીમ
3. શક્તિરાજ જાડેજા અને ટીમ

ઇન્ડિવિડ્યુઅલ રંગોળી પાંચ વિજેતાઓને 5,000
1. અમુલ કંજારિયા
2. રોનક માલી
3. મૈત્રી વેકરીયા
4. જીજ્ઞેશ ધોળકિયા
5. દર્પણ ધોળકિયા

ડેકોરેટિવ રંગોળીમાં વિજેતાઓને રૂા.2500
1. ઈશિતા રાચ્છ
2. સ્વાતી જીવરાની
3. ક્રિશ બડેલિયા
4. શ્યામ પટેલ
5. કપિલ સોમૈયા