અજિત અગરકરે 15 દિવસ પહેલાં જ મુખ્ય પસંદગીકારનું પદ છોડ્યું ?

ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય પસંદગીકાર કોણ હશે? અજિત અગરકર અને BCCI અધિકારીઓ વચ્ચે કથિત મતભેદના અહેવાલો સામે આવ્યા બાદથી આ મુદ્દો સમાચારમાં છે. એવું…

ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય પસંદગીકાર કોણ હશે? અજિત અગરકર અને BCCI અધિકારીઓ વચ્ચે કથિત મતભેદના અહેવાલો સામે આવ્યા બાદથી આ મુદ્દો સમાચારમાં છે. એવું માનવામાં આવતું હતું કે અગરકરને 2027 વર્લ્ડ કપ સુધી એક્સટેન્શન મળશે, પરંતુ હવે એવું નથી. એક અહેવાલ મુજબ, અગરકરે BCCI ને જાણ કરી છે કે તે તેના પદ પર ચાલુ રહેવા માંગતો નથી અને એક્સટેન્શન માંગશે નહીંબોર્ડની વાર્ષિક સામાન્ય સભા શુક્રવારે મુંબઈમાં BCCI મુખ્યાલય ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, અને મુખ્ય પસંદગીકારનો મુદ્દો તેનો ભાગ નહોતો, પરંતુ એ સ્પષ્ટ હતું કે આ મુદ્દો ઉઠાવવામાં આવશે. જોકે, બોર્ડે કોઈ ચોક્કસ નિર્ણય લીધો ન હતો, પરંતુ અગરકરે પોતે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. તેનો કાર્યકાળ 4 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય છે. એક અહેવાલ મુજબ, અગરકરનો કાર્યકાળ પૂરો થવાના 15 દિવસ પહેલા યોજાયેલી અૠખના ઘણા સભ્યોએ જણાવ્યું હતું કે મુખ્ય પસંદગીકારે પદ છોડવાનો નિર્ણય લીધો છે અને બોર્ડને તેમના નિર્ણયની જાણ કરી દીધી છે.