Site icon Gujarat Mirror

ધુરંધર ફ્રેન્ચાઇઝીનો વર્લ્ડવાઇડ રેકોર્ડ, કમાણી 3000 કરોડને પાર

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ધુરંધર ફ્રેન્ચાઇઝીએ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. હકીકતમાં તેણે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. ધુરંધરના બંને ભાગોએ એટલું સારું પ્રદર્શન કર્યું છે કે તેમની કુલ વૈશ્વિક કમાણી હવે ₹3000 કરોડને વટાવી ગઈ છે. આ સાથે, ધુરંધર આ રેકોર્ડ હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝ બની છે.

5 ડિસેમ્બર, 2025 ના રોજ રિલીઝ થયેલી રણવીર સિંહ અભિનીત પહેલી ફિલ્મ ધુરંધર, ભારતમાં ₹840 કરોડથી વધુની કમાણી કરી હતી અને ભારતમાં ₹1000 કરોડથી વધુની કમાણી કરી હતી. વિદેશમાં ધુરંધરે આશરે ₹300 કરોડની કમાણી કરી હતી, જેનાથી તેનું કુલ કલેક્શન ₹1300 કરોડથી વધુ થઈ ગયું છે. આ તેને સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાંની એક બનાવે છે.

ધુરંધર ફિલ્મ રિલીઝ થયાના ચાર મહિના પછી તેની સિક્વલ ધુરંધર ધ રીવેન્જ અથવા ધુરંધર 2 સિનેમાઘરોમાં 19 માર્ચે રિલીઝ થઈ. રણવીર સિંહ અભિનીત આ ફિલ્મે રિલીઝના 26 દિવસમાં વિશ્વભરમાં ₹1,700 કરોડથી વધુની કમાણી કરી હતી અને ગલ્ફ દેશોમાં રિલીઝ ન થઈ હોવા છતાં ઘણા દેશોમાં સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ ભારતમાં ₹1,000 કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની જે તેને બોલિવૂડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ અને દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનાવે છે. તે ભારતમાં ₹1,083 કરોડથી વધુ કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મે ફ્રેન્ચાઇઝીને ₹3,000 કરોડનો આંકડો પાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ભારતમાં બંને ફિલ્મોની સંયુક્ત કમાણી ₹1923.85 કરોડ નેટ અને ગ્રોસમાં ₹2305.35 કરોડ છે. તેમની સંયુક્ત વિદેશી કમાણી ₹714.00 કરોડ છે. આ સાથે તેમની બંનેની સંયુક્ વ્ર્લ્ડ વાઈડ કમાણી ₹3,000 કરોડને પાર એટલે કે ₹3,019.35 કરોડને વટાવી ગઈ છે.

Exit mobile version