રાષ્ટ્રીય

WHOની ચેતવણીની ઐસીતૈસી, ભારતીયો બેફામ ઝાપટે છે સફેદ ઝેર

Published

on

શહેરમાં બેમાંથી એક વ્યક્તિ દર અઠવાડીયે મીઠાઇ-પેકેજ્ડ બેકરી પ્રોડક્ટ્સ-ચોકલેટ આરોગી જાય છે

WHOએ થોડા દિવસો પહેલા એક રિપોર્ટ જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ખાંડ હોય કે મીઠું, તેમાં માઈક્રોપ્લાસ્ટિક હોય છે. આપણે તેનું વધારે સેવન ન કરવું જોઈએ કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ તાજેતરમાં ભારતીયો વિશે એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયો ઘણી વધારે ખાંડ ખાય છે અને તેમની મીઠાઈ ખાવાની આદત દિવસેને દિવસે વધી રહી છે. તેમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી.


તાજેતરમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું કે શહેરમાં રહેતા લોકોમાં 2 માંથી 1 ગ્રાહક દર અઠવાડિયે મીઠાઈ, પેકેજ્ડ બેકરી પ્રોડક્ટ્સ, ચોકલેટ, બિસ્કિટ ખાય છે. એટલું જ નહીં, મહિનામાં કેટલીય વાર પરંપરાગત મીઠાઈ ખાતા શહેરી ભારતીય પરિવારોનું પ્રમાણ 2023માં 41%થી વધીને 2024માં 51% થઈ ગયું છે. 56% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત કેક, બિસ્કિટ, આઈસક્રીમ, શેક, ચોકલેટ, કેન્ડી વગેરે ખાય છે.


18% ભારતીયો એવા છે જે દરરોજ આ ખાય છે. તહેવારોની સીઝન જલદી જ શરૂૂ થવાની છે, આવા સમયે ઓછી ખાંડવાળા વેરિયન્ટ લાવનારા બ્રાન્ડની સ્થિતિ વધુ સારી થઈ શકે છે.ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અનુસાર, જ્યારે ખાંડના વપરાશની વાત આવે છે, ત્યારે ભારતમાં તેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે, જે દેશમાં દર વર્ષે વધતી માંગનો સંકેત છે. ડીએફપીડીએ કહ્યું છે કે ભારતમાં વાર્ષિક ખાંડનો વપરાશ લગભગ 290 લાખ (29 મિલિયન) ટન (કખઝ) સુધી પહોંચી ગયો છે. વર્ષ 2019-20થી ખાંડના વપરાશનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, જ્યારે તે 28 મિલિયન મેટ્રિક ટનથી વધુ હતું. જ્યારે દેશમાં ખાંડનો કુલ વપરાશ વધી રહ્યો છે, ત્યારે ખાંડ મુક્ત ઉત્પાદનોની માંગને પૂરી કરતું બજાર પણ વધી રહ્યું છે, ખાસ કરીને ભારતીય મીઠાઈઓ અને આઈસક્રીમમાં ખાંડનો વપરાશ ઘણો વધ્યો છે. કેટલાક ખાંડ વગરના વેરિયન્ટ પણ બજારમાં લાવવામાં આવ્યા છે.


ઘણા ફૂડ આઇટમ બ્રાન્ડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે જ્યાં ખજૂર, અંજીર અને ગોળની કુદરતી ખાંડનો ઉપયોગ મીઠાશ તરીકે કરવામાં આવે છે. જો કે, એક ક્ષેત્ર જેના પર મોટાભાગના બ્રાન્ડ્સે ધ્યાન આપ્યું નથી, તે છે તેમના નિયમિત ઉત્પાદનોનું ઓછી ખાંડવાળું સંસ્કરણ રજૂ કરવું. નવેમ્બર 2023માં લોકલસર્કલ્સ દ્વારા ભારતમાં મીઠાઈઓનું સેવન કેવી રીતે કરવામાં આવે છે તે વિષય પર કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ સેંકડો પોસ્ટ અને ટિપ્પણીઓ પ્રાપ્ત થયા બાદ, ગ્રાહકોએ લખ્યું કે કેવી રીતે પરંપરાગત મીઠાઈઓ, ચોકલેટ, કુકીઝ, બેકરી ઉત્પાદનો અને આઈસક્રીમ જેવા ઘણા ઉત્પાદનોમાં તેમને સતત ખાંડનું સ્તર અપેક્ષા કરતાં વધારે મળે છે.


ભોજન પછી કંઈક મીઠું ખાવું મોટાભાગના પરિવારોમાં અસામાન્ય વાત નથી, જ્યાં સુધી સ્વાસ્થ્યની સ્થિતિ તેની મંજૂરી ન આપે. સર્વેક્ષણમાં સૌ પ્રથમ ગ્રાહકોને પૂછવામાં આવ્યું, સામાન્ય રીતે તમે/તમારા પરિવારના સભ્યો દર મહિને કેટલી વાર પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાઓ છો? આ પ્રશ્ન પર 12,248 જવાબો મળ્યા, જેમાંથી માત્ર 10% એ જણાવ્યું કે તેઓ દરરોજ પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે. 6% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે દર મહિને 15 30 વખત; 8% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 8-15 વખત; 27% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 3-7 વખતસ્ત્રસ્ત્ર; અને 39% એ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 1-2 વખતસ્ત્રસ્ત્ર. માત્ર 4% ઉત્તરદાતાઓએ કહ્યું કે આ પ્રશ્ન લાગુ પડતો નથી કારણ કે તેઓ પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાતા નથી જ્યારે 6% ઉત્તરદાતાઓએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. ટૂંકમાં, 51% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે.


51% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે. સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે પરંપરાગત મીઠાઈઓનું સેવન કરતા શહેરી ભારતીય પરિવારોનું પ્રમાણ 2023માં 41%થી વધીને 2024માં 51% થઈ ગયું છે.

પરંપરાગત મીઠાઈઓનો વપરાશ પણ વધ્યો
લોકલસર્કલ્સે 2024માં મીઠાઈ વપરાશ પર એક સર્વે જારી કર્યો. આ સર્વેક્ષણ દ્વારા, પ્લેટફોર્મે એ સમજવાનો પ્રયાસ કર્યો કે શું ભારતીય ઘરોમાં ખાંડના વપરાશના પેટર્નમાં કોઈ ફેરફાર આવ્યો છે. જો હા, તો શું પરંપરાગત મીઠાઈઓથી ખાંડયુક્ત અન્ય ઉત્પાદનો તરફ કોઈ બદલાવ આવ્યો છે. તેણે સર્વેક્ષણ દ્વારા એ પણ સમજવાનો પ્રયાસ કર્યો કે ભારતીય ઘરેલુ ગ્રાહકો વચ્ચે ઓછી ખાંડવાળા ઉત્પાદનોની સ્વીકાર્યતા શું છે. સર્વેક્ષણને ભારતના 311 જિલ્લાઓમાં સ્થિત ઘરેલુ ગ્રાહકો પાસેથી 36,000થી વધુ પ્રતિક્રિયાઓ મળી. 61% ઉત્તરદાતાઓ પુરુષો હતા જ્યારે 39% ઉત્તરદાતાઓ મહિલાઓ હતી. 42% ઉત્તરદાતાઓ ટાયર 1, 29% ટાયર 2 અને 29% ઉત્તરદાતાઓ ટાયર 3 અને 4 જિલ્લાઓમાંથી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version