વાહનોમાં વ્હાઈટ LEDનો પ્રકાશ માપવાના મીટર ન હોવા છતાં રાજ્યભરમાં RTO દ્વારા દંડ ફટકારવાનું શરૂ

  LUX મીટર અપાયા જ નથી આમ છતાં ચેકિંગ શરૂ, અધિકારીઓનાં અંદાજ પર 5000 સુધીનો દંડ ફટકારાય છે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર કંપની ફિટિંગ…

 

LUX મીટર અપાયા જ નથી આમ છતાં ચેકિંગ શરૂ, અધિકારીઓનાં અંદાજ પર 5000 સુધીનો દંડ ફટકારાય છે

ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર કંપની ફિટિંગ સિવાયની વધુ વોટની વ્હાઈટ LED લાઈટ લગાવાતી હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. વ્હાઈટ LED લાઈટને લઈ ફરિયાદો વધતા ગાંધીનગરથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે.

વાહન વ્યવહાર કમિશનર દ્વારા વાહનોમાં ફીટ કરાતી ગેરકાયદે વ્હાઈટ LED સામે કાર્યવાહી માટે પરિપત્ર કરતા RTO એ કાર્યવાહી શરૂૂ કરી દીધી છે, પરંતુ હાસ્યાસ્પદ બાબત એ છે કે, વાહનમાં LED લાઈટની હાઈ ઇન્ટેન્સિટી (તીવ્રતા) માપવા માટે જે લક્સ મીટર જરુરી છે તે જ હજી RTO ઓફિસને નથી અપાયા. એટલે હાલ તો, ગાંધીનગરના આદેશનું પાલન કરવા RTO ના સ્ટાફે અંદાજ લગાવીને વાહનચાલકોને દંડવાની શરૂૂઆત કરી દીધી છે.

છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂૂ થઈ ગયો છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલા વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોની ચકાસણી કરી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.

જેના કારણે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં RTO દ્વારા વ્હાઈટ LED લાઈટ મામલે કાર્યવાહી શરૂૂ કરી દીધી છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદે વ્હાઇટ એલઈડી લાઇટ લગાવીને ચલાવનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના તમામ આરટીઓને આપી છે, પરંતુ આવી લાઇટોની ઇન્ટેન્સિટી (તીવ્રતા) માપવાનાં લક્સ મીટર જ આરટીઓને અપાયાં નથી.

રૂા.5000 સુધીના દંડમાં રાજકોટમાં 35 વાહનચાલક દંડાયા
રાજકોટ આરટીઓના અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યના તમામ આરટીઓને પત્ર લખી વ્હાઈટ લાઈટ સામે કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે ત્યારે બે દિવસ પહેલા પોલીસને સાથે રાખી ડ્રાઇવ કરવામાં આવી હતી અને વ્હાઇટ લાઇટ નંખાવનારા 35 વિરુધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.વાહનોમાં કંપની ફિટેડ વ્હાઇટ લાઇટમાં કોઈ વાંધો નથી પરંતુ મોડીફાઇ કરેલી અથવા તો અલગથી વ્હાઇટ લાઈટ લગાવી ન શકાય. જેથી બે દિવસ પહેલા કરેલી ડ્રાઈવમાં વ્હાઈટ લાઈટ લગાવતા 35 જેટલા વાહન ચાલકોને રૂા.1000 થી રૂા.5000 નો દંડ કરવામાં આવેલો છે. કુલ રૂા.2 લાખ જેટલો દંડ વસૂલવામાં આવેલો છે. વાહનમાં જૂની લાઇટને મોડીફાય કરાવો તો રૂા.1000 અને જૂની લાઇટ કાઢી નવી ગેરકાયદેસર વ્હાઇટ લાઇટ લગાવો તો રૂૂ.5000 ના દંડ થાય છે. આ ઉપરાંત વાહનના રજીસ્ટ્રેશન ની સાથે સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ છે. જોકે લાયસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી.