રાજકોટ પાલિકા-પંચાયતોમાં કોંગ્રેસ-આપના 307 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય સામે વિપક્ષોની કારમી હાર થઈ છે. રાજકોટમાં ત્રિપાંખિયા જંગના દાવાઓ વચ્ચે મતદારોએ ભાજપ પર કળશ…

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય સામે વિપક્ષોની કારમી હાર થઈ છે. રાજકોટમાં ત્રિપાંખિયા જંગના દાવાઓ વચ્ચે મતદારોએ ભાજપ પર કળશ ઢોળ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના કુલ 307 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે કુલ 236 ઉમેદવારો મેદાનમાં હતા. ચુંટણી પંચના નિયમ મુજબ, જો કોઈ ઉમેદવાર કુલ મતના 16.66 ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય, તો તેની ડિપોઝીટ જપ્ત કરવામાં આવે છે. જેને લઇને કોંગ્રેસના 46 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત. જયારે આમ આદમી પાર્ટીના 62 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત. માત્ર શહેરમાં જ નહીં, પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ કોંગ્રેસ અને 39 આપ 39 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે.

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહીત કુલ મળીને 307 ઉમેદવારો જેમાં અપક્ષોનો પણ સમાવેશ થાય છે નિયત મતો મેળવી શક્યા નથી.

રાજકોટના મતદારોએ વિકાસના નામે ભાજપને એકહથ્થુ શાસન સોંપ્યું છે, જેના કારણે વિપક્ષના ઉમેદવારો 16.66 ટકાના આંકડા સુધી પણ પહોંચી શક્યા નથી.રાજકોટ જિલ્લા પંચાયતની 39 બેઠકોમાંથી 36 બેઠકો પર ભાજપે મજબૂત પકડ જમાવી છે, જ્યારે વિપક્ષી ઉમેદવારો મેદાન છોડવા મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.