મોરબીમાં પ્રથમ વખત 187 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન

મોરબીમાં પંચાસર રોડ પર સાવરની પાળ ખાતે 187 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા મોરબી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની ટીમો ગુરુવારે સવારથી મેદાનમાં ઉતરી હતી અને મોડી…

મોરબીમાં પંચાસર રોડ પર સાવરની પાળ ખાતે 187 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા મોરબી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની ટીમો ગુરુવારે સવારથી મેદાનમાં ઉતરી હતી અને મોડી રાત્રી સુધી મેગા ડીમોલીશન ચાલુ રાખી તમામ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા મોરબીમાં એક જ દિવસમાં આટલું મોટું ડીમોલીશન પૂર્ણ કરી રેકોર્ડ બનાવ્યો હતો.

મોરબી મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપ્યા છતાં દબાણો દુર નહિ થતા ગુરુવારે વહેલી સવારથી મહાપાલિકાની ટીમ, પીજીવીસીએલ ટીમો અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડીમોલીશન શરુ કરવામાં આવ્યું હતું વહેલી સવારથી મેગા ડીમોલીશન કામગીરી શરુ કરાઈ હતી જેમાં મહાપાલિકાના 140 કર્મીઓ, 200 થી વધુ પોલીસ જવાનો અને વીજતંત્રની 6 ટીમોએ સતત 14 કલાક સુધી કામગીરી કરી તમામ દબાણો શાંતિપૂર્ણ માહોલમાં તોડી નાખ્યા હતા હવે શુક્રવારે કાટમાળ ભરવા સહિતની કામગીરી કરવામાં આવશે જે અંદાજે 3-4 દિવસ ચાલશે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર, ડિમોલિશનની આ કામગીરી માટે 187 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. આ મેગા ઓપરેશનને પાર પાડવા માટે તંત્ર દ્વારા જંગી કાફલો ઉતારવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના 140 જેટલા કર્મચારીઓની 6 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા 200 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ સ્થળ પર હાજર છે. કામગીરી માટે 10 JCB, 4 હિટાચી મશીન, 6 બ્રેકર, 12 ટ્રેક્ટર અને 100 થી વધુ મજૂરો તૈનાત કરવામાં આવ્યા સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અનેક મકાનોનું ડિમોલિશન થવાનું છે.

તંત્ર દ્વારા ગઈકાલ રાતે જાણ કરવામાં આવી હતી. જેથી મોટાભાગના લોકોએ સ્વેચ્છાએ પોતાના મકાનોમાંથી કિંમતી સામાન, પતરાં અને અન્ય ચીજવસ્તુઓ હટાવીને જગ્યા ખાલી કરવાની શરૂૂઆત કરી દીધી હતી. જે લોકોને હજુ વૈકલ્પિક વ્યવસ્થા નથી મળી તેઓ પણ પોતાનો સામાન રોડ પર ખસેડી રહ્યા છે.આ રજૂઆત મામલે ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું હતું કે હાલ ફેઝ 1 ની કામગીરી ચાલુ છે. ફેઝ 2 માં પાછળના વિભાગોને પણ નોટિસ આપીને તમામ દબાણો ક્રમશ: દૂર ક2વામાં આવશે.