વડિયા ગ્રામ પંચાયતમાં ડુપ્લીકેટ સિક્કા- બનાવટી વેરા પહોંચ બનાવવાનું કૌભાંડ

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ગ્રામપંચાયતણી બનાવટી ડુપ્લીકેટ વેરા પહોંચ જેમા ગ્રામપંચાયત ના સિક્કાઓનો પણ ઉપયોગ થયેલો છે તે ગ્રામપંચાયતને હાથ લાગતા…

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ગ્રામપંચાયતણી બનાવટી ડુપ્લીકેટ વેરા પહોંચ જેમા ગ્રામપંચાયત ના સિક્કાઓનો પણ ઉપયોગ થયેલો છે તે ગ્રામપંચાયતને હાથ લાગતા ખડભડાટ મચવા પામ્યો છે અને કોઈ મોટા કૌભાંડ ણી શંકાઓ સેવાઈ રહી છે. જાણવા મળતી વિગતો મુજબ વડિયા ગ્રામ પંચાયત કચેરીના સિક્કાનો કથિત રીતે ખોટી રીતે ઉપયોગ કરી ડુપ્લિકેટ વેરા પહોંચ બનાવવાના મામલે વડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ વડિયા ગ્રામ પંચાયત ના લેટરપેડ પર સરપંચ મનીષ ઢોલરીયા અને તલાટી મંત્રી દ્વારા કરવામાં આવી છે.

આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર વડિયા ગ્રામ પંચાયતના ડુપ્લીકેટ સિક્કાઓ બનાવી તેનો ખોટી રીતે ઉપયોગ થયાની માહિતી મળતા વડિયાના સદગુરૂૂ નગરમાં વસવાટ કરતા સોલંકી મુકેશભાઈ ગોવિંદભાઇ દ્વારા વડિયા ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રીના સિક્કા બનાવી વડિયા ગ્રામપંચાયતની પંચાયત હિસાબ નમૂનો ક્રમાંક -4 (વેરાની પહોચ) તારીખ 17/09/2023ની તારીખમાં પહોંચ નંબર -3 ઘર,નંબર – 2981ની રૂૂપિયા 2990/- ડુપ્લીકેટ વેરા પહોચ બનાવી તેમાં વડિયા તલાટી મંત્રીના સહી સિક્કાઓ કરી વડિયા ગ્રામપંચાયત સાથે છેતરપિંડી કરી આ ખોટી પહોંચ થી લોન લીધેલ હોય જેની જઉં પહોંચ વડિયા ગ્રામપંચાયત ને પ્રાપ્ત થતા તેમાં પહોંચ નો નમૂનો અને સિક્કાઓ ડુપ્લીકેટ હોવાનુ જાણવા મળતા આ પહોંચ અને સિક્કાઓનો અન્ય કોઈ કામો માટે ઉપયોગ થયાની શંકા ઉભી થતા વડિયા પોલીસમાં ફ આશખ્સ વિરુદ્ધ લેખિતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

આ ડુપ્લીકેટ પહોંચ અને સિક્કાઓ ત્રણ વર્ષ પેહલા બનેલા હોવાથી અનેક જગ્યાએ તેનો ઉપયોગ થયો હોય શકે છે ? આ ઉપરાંત તલાટી મંત્રીના ડુપ્લીકેટ સિક્કાઓનો પણ ગેર ઉપયોગ થયો હોય શકે છે? આ બાબતે વડિયા પોલીસ દ્વારા જો તટસ્થ તપાસ કરવામાં આવે તો હજુ વધુ મોટુ કૌભાંડ સામે આવી શકે છે અને અનેક લોકોની સાંડોવણી પણ સામે આવે શકે છે. સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ આ બાબત વડિયા ગ્રામપંચાયત પાસે થોડા દિવસો પેહલા આવેલ હતી પરંતુ સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા ગ્રામપંચાયત ખાતે બેઠક કરી સમગ્ર મામલો દબાવવા પ્રયત્ન થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે ત્યારે જો તટસ્થ તપાસ થાય તો ચોક્કસ કોઈ રાજકીય નેતાઓના પગ તળે રેલો પણ આવી શકે છે.