મવડી વિસ્તારમાં સોરઠીયા પાર્કમાં મંજૂર થયેલ ટીપી સ્કીમમાં રહેણાક અને કોર્મોશિયલના દબાણોને તોડવાની નોટિસો આપતા સ્થાનિકોએ નિયમ મુજબ જંત્રી ભરી વેલ્યુએશન કરી તમામ બાંધકામો નિયમીત કરી આપવામાં આવે તેવી રજૂઆત મ્યુનિ.કમિશનરને કરી હતી.
સ્થાનિકોએ જણાવેલ કે, રાજકોટ જીલ્લાના તાલુકા રાજકોટ શહેર (દક્ષાણ)ના માર્ગ મવડીર ગામના સર્વે નં. 171, હે.આરે.ચો.મી.આ. 1-42-65, સત્તા પ્રકાર સરકારી પડતર, ખેતરનું નામ, નવી વાડી આવેલ છે. જે સરકારી પડતર આવેલ છે. જે રાજકોટ મહાનગર પાલિકા ના ટાઉનપ્લાનીંગ શાખા વેસ્ટ ઝોન, હરીસિંહજી ગોહીલ વિભાગીય કચેરી, બીગ બજાર પાછળ 150 ફુટ રીંગ રોડ, રાજકોટ-360005, તા.08/12/2025ના વિષય:-ટી.પી.સ્કીમ નં.21 મવડીના અંતિમ ખંડ નં.58/સી સર્વે નં. 171માં કપાતમાં આવતી જમીન ખુલ્લી કરવા બાબત, તથા સંદર્ભ :-રા.મ્યુ.કો/ટી./પી./વે.ઝોન/જા.નં.1893 તા.03/10/2025 થી પાઠવેલ કલમ નં.68 તથા રૂૂલ નં. 33 અન્વયે કરણ દર્શક નોટીશ બાબતે સરકારની જમીનના મુળ ખંડ 58 અંતિમ ખંડ 58/સી રહેણાંક વેચાણ તથા 58/એ આવાસ માટે સર્વે નં.171માં ભળતી હોય જેથી આ સર્વે નંબ2માં આશરે 250 રહેણાંકના ઘરો આવેલ છે તેમજ 50 થી 60 જેટલી કોમર્શીયલ દુકાનો (શોપ) આવેલ છે. જે રા.મ્યુ.કો./ટી.પી./વે.ઝોન તરફથી થોડા લોકોને નોટીશ આપવામાં આવેલ છે જે નોટીશ બાબતે અમોને જેનેજેન નોટીશ મળેલ છે જે બાબતે અમોની આ જગ્યા પર મધ્યમ વર્ગના લોકો રહેણાંક કરીએ છીએ તેમજ નાનામોટા ધંધા કરી રોજી રોટી કમાાઈએ છીએ આમ ઉપરોકત નોટીસ સોરઠીયા પાર્કમાં આવતા અર્ધા વિસ્તારમાં આપવામાં આવેલ છે.
જયારે અર્ધા વિસ્તારમાં આપવામાં આવેલ નથી જેથી આપને નમ્ર અરજ કે ઉપરોકત ટી.પી.સ્કીમના અંતિમ ખંડ નં. 58/એ તથા 58/સી રહેણાંક વેચાણ માટે હોય અને અમો રહેવાસીઓ ગરીબ અને મધ્યમ વર્ગના હોય જેથી નિયમોનુસાર જંત્રી મુજબ વેલ્યુએશન કરી કાયદેસર કરી આપવા અરજ છે. અથવા સોરઠીયા પાર્કમાં આવતા તમામ મકાનોને તોડી પાડવામાં આવે તેવી અમારી અરજ છે.

