સુરતની અમરોલી કોલેજમાં ધુસી વિદ્યાર્થીઓને માર મારતા અસામાજિકો

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં સુરતની કોલેજોમાં હવે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં અમરોલી કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોએ ઘૂસીને…

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

સુરતની કોલેજોમાં હવે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં અમરોલી કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોએ ઘૂસીને ઉત્પાત મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ગુંડા તત્વોએ કોલેજ પ્રિમાઈસીસની અંદર જ વિદ્યાર્થીઓને બેફામ માર માર્યો હતો, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

આ સમગ્ર હુમલાની ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે અસામાજિક તત્વો કોઈપણ ડર વગર કોલેજ કેમ્પસમાં હિંસા આચરી રહ્યા છે. આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનતા સુરત પોલીસ સફાળી જાગી છે અને વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે અને ખાતરી આપી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં અશાંતિ ફેલાવનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં.