નવા થોરાળામાં ડિલિવરીબોયે ઝેરી દવા પી કર્યો આપઘાત

શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા ડિલીવરી બોયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…

શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા ડિલીવરી બોયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા શેરી નં.6/7માં રહેતા જયદીપ મનજીભાઇ ચાવડા (ઉ.વ.20)નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું. તબીબોના જણાવ્યા મુજબ જયદીપે ઝેરી દવા પી લીધી હોવાનુ ખુલ્વા પામ્યુ છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક જયદીપ બે ભાઇમાં મોટો અને ડિલીવરી બોયનુ કામ કરતો હતો. તેણે આ પગલુ શા માટે ભરી લીધુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.